INDIA NEWS GUJARAT : આજે યુવાધન ફાસ્ટ ફૂડના ચટાકા તરફ વળતા 5પરંપરાગત વાનગીઓ વિસરાઈ રહીં છે. ત્યારે આપણી પૌષ્ટિક પરંપરાગત વાનગીઓથી યુવાધન પરિચિત થાય અને પરંપરાગત પૌષ્ટિક વાનગીઓ તરફ વળી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બને તે માટે વલ્લભવિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ દ્વારા પરંપરાગત ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો
વલ્લભવિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે પરંપરાગત ફૂડ ફેસ્ટિવલનું ઉદઘાટન ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલ, ચરુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પેટેલ, હોમ સાયન્સ વિભાગના વડા ડૉ. વી. એચ. પટેલ, યુનિવર્સિટી પરિવાર તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ફેસ્ટિવલમાં આણંદના મધુભાન રિસોર્ટ દ્રારા પણ વિસરાતી જતી વાનગીઓથી યુવાનો પરિચિત થાય તે માટે સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરવામા આવી હતી. અને મધુભાંન રિસોર્ટના સીઇઓ તરૂણાબેન પણ તેમા સામેલ થયા હતાં
વીઓ.ફુડ ફેસ્ટિવલમાં રંગોળી, ફૂડ પિરામિડ મોડલ, પરંપરાગત વાનગી જેવી કે ઊંધિયું, બટાકાની જલેબી, પોંક વડા, હાંડવો, મિલેટના ઢોંસા, ચાપડી ઊંધિયું જેવી પરંરાગત વાનગીઓનો ચટાકો યુવાધનએ માણ્યો હતો. આ ઉપરાંત પુસ્તક, હસ્તકલાની વસ્તુઓ અને બોર્ડ ગેમ્સ જેવા ૬૪ જેટલા સ્ટોલ પર પ્રદર્શન કરાયું હતું.
UTTARAYAN 2025 : પતંગ રસીકોના ખીસ્સા પર ભાર વધારે પડશે, દોરીના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો