FD Rates Hike: FD પર 7.35% સુધી વ્યાજ આપી રહી છે આ ફાઇનાન્સ કંપની, જાણો નવા વ્યાજ દર-India News Gujarat
- બજાજ ફાઇનાન્સ સ્પેશિયલ FD Rates સ્કીમ હેઠળ ગ્રાહકોને 7.35 ટકા વ્યાજ આપી રહી છે.
- આ દર બેંકોની સરખામણીએ વધારે છે.
- 60 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકોને 24-35 મહિનાની FD પર 6.40 ટકા વ્યાજ મળશે
- બજાજ ફાઇનાન્સે(Bajaj Finance) ફિક્સ ડિપોઝિટના વ્યાજ દર(FD Interest Rate) માં વધારો કર્યો છે.
- વિશેષ વ્યાજ દર સાથે ગ્રાહકોને હવે FD પર 7.35% સુધીનું રિટર્ન મળશે.
- બજાજ ફાઇનાન્સે તમામ પ્રકારના રોકાણકારો અને તમામ મુદતની એફડી પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી છે.
- નવા દર આજે 25 એપ્રિલથી લાગુ થઈ ગયા છે.
- 25 એપ્રિલ અથવા તે પછી ખોલવામાં આવેલી FD પર નવા દર (FD Rates) પર વ્યાજ મળશે.
- તાજેતરના મહિનાઓમાં FDના દરમાં મોટો વધારો જોવા મળ્યો નથી.
- મોંઘવારીએ FD રિટર્નના ફાયદાને વધુ બગાડ્યા છે.
- જો કે કેટલીક બેંકોએ FD રેટ વધારવાની જાહેરાત કરી છે પરંતુ મોંઘવારીને જોતા આ વધારો પૂરતો નથી
બજાજ ફાઇનાન્સ સ્પેશિયલ FD સ્કીમ
- બજાજ ફાઇનાન્સ સ્પેશિયલ FD સ્કીમ હેઠળ ગ્રાહકોને 7.35 ટકા વ્યાજ આપી રહી છે.
- આ દર બેંકોની સરખામણીએ વધારે છે. 60 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકોને 24-35 મહિનાની FD પર 6.40 ટકા વ્યાજ મળશે જ્યારે 36-60 મહિનાની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.90 ટકા વ્યાજ મળશે.
- રૂ. 25,000 થી રૂ. 5 કરોડ સુધીની થાપણો પર 12-23 મહિનાના સમયગાળામાં 5.60 ટકા માસિક વ્યાજ મળી રહ્યું છે.
- 24-35 મહિનાની મુદત માટે માસિક વ્યાજ દર 6.22 ટકા નક્કી કરવામાં આવ્યો છે.
- 12-23 મહિનાની FD પર વાર્ષિક 5.75 ટકા અને 24-35 મહિનાની મુદત માટે 6.40 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે
કેટલું વ્યાજ મળી રહ્યું છે?
- સંચિત એફડીની વાત કરીએ તો 15 મહિના માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર સ્પેશિયલ એફડી દર વાર્ષિક 6%, 18 મહિના માટે એફડી પર 6.1%, 22 મહિના માટે એફડી પર 6.25%, 30 મહિના માટે એફડી પર 6.5%, 33 મહિનાની એફડી માટે 6.65% છે અને 44 મહિનાની FD પર 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
- બિન-સંચિત એફડી માટે વિશેષ FD દરો 15-મહિનાની થાપણો પર 5.84 ટકા પ્રતિ માસ અને 6 ટકા વાર્ષિક, 18 મહિનાની થાપણો પર 5.94 ટકા માસિક અને 6.1 ટકા વાર્ષિક, 6.08 ટકા માસિક અને 6.25 ટકા છે.
- 22 મહિનાની થાપણો પર મંથલી 6.08ટકા અને વાર્ષિક 6.25 ટકા , 30 મહિનાની FD પર 6.31% માસિક અને 6.5% વાર્ષિક, 33 મહિનાની FD પર 6.46% માસિક અને 6.65% વાર્ષિક,44 મહિનાની FD પર 6.88% માસિક અને વાર્ષિક 7.1%. આ તમામ વ્યાજ દરો ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને 0.25 ટકા વધારાનું વળતર આપવામાં આવી રહ્યું છે. તદનુસાર, તે મહત્તમ 7.35% સુધી જાય છે.
બેંકોએ પણ FDના રેટમાં વધારો કર્યો
- તાજેતરની સમીક્ષા બેઠકમાં રિઝર્વ બેંકે રેપો રેટને સ્થિર રાખ્યો હતો જેના પછી ઘણી બેંકોએ FDના દરો વધારવાનો નિર્ણય કર્યો હતો.
- સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા અને એક્સિસ બેંકે FD પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે.
- કોટક મહિન્દ્રા બેંકે 2 કરોડથી ઓછી રકમ માટે વિવિધ મુદતના FD દરોમાં વધારો કર્યો છે.
- કોટક મહિન્દ્રા બેંકની વેબસાઈટ અનુસાર નવા દરો 12 એપ્રિલ, 2022થી લાગુ થશે. તાજેતરના વધારા પછી બેંક 7 દિવસથી 10 વર્ષમાં પાકતી થાપણો પર 2.50% થી 5.60% વ્યાજ દર ઓફર કરી રહી છે.
- ખાનગી બેંક HDFC બેંકના જણાવ્યા અનુસાર અમુક સમયગાળામાં 2 કરોડથી ઓછીની FD પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે.
- નવા FD દરો 6 એપ્રિલ 2022થી લાગુ થશે. HDFC બેંક 7 દિવસથી દસ વર્ષમાં પાકતી થાપણો પર સામાન્ય લોકો માટે 2.50 ટકાથી 5.60 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
- બેંક ઓફ બરોડા (BoB) એ 22 માર્ચથી 2 કરોડ રૂપિયાથી ઓછી થાપણો માટે FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.
- આ ફેરફાર પછી બેંક ઓફ બરોડાના નવા FD વ્યાજ દરો 7 દિવસથી 10 વર્ષની વચ્ચેની પાકતી મુદત માટે 2.80 ટકાથી 5.55 ટકા સુધી છે.
તમે આ પણ વાંચી શકો છો-
IPO : ચાલુ સપ્તાહે રોકાણની તક મળશે, 3000 કરોડ રૂપિયા માટે 2 કંપનીઓ IPO લાવી
તમે આ પણ વાંચી શકો છો-