HomeToday Gujarati NewsExpert Thief Arrested: નવસારી એલસીબી પોલીસને મળી મોટી સફળતા, ચોરે 58 જેટલી...

Expert Thief Arrested: નવસારી એલસીબી પોલીસને મળી મોટી સફળતા, ચોરે 58 જેટલી ચોરી કર્યાનું કબૂલ્યું – INDIA NEWS GUJARAT

Date:

Expert Thief Arrested: ચોરીના રવાડે ચઢેલા રીઢા ચોરને નવસારી LCB પોલીસે બાતમીને આધારે નેશનલ હાઈવે નં 48 પર નવસારીના ગ્રીડ ઓવરબ્રીજ પાસેથી દબોચી લીધો હતો. ચોરીમાં માહિર આરોપીએ જેલમાંથી જામીન પર છુટ્યા બાદ 7 ચોરીને અંજામ આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 15 વર્ષોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાંથી 58 ચોરીઓને અંજામ આપ્યો છે.

Expert Thief Arrested: છેલ્લા પંદર વર્ષથી ચોરી કરવામાં મહારથ હાસિલ કરી

નવસારીના વોર્ડ નં. 13 માં ઇટાળવા વિસ્તારની વિશાલનગર સોસાયટીમાં ભાડેથી રહેતા જ્યોત્સના આહીર અને તેમના પતિ અમ્રત આહીર બંને નોકરી કરે છે, જેમના બંધ ઘરને ગત 8 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે કોઈ ચોરે નિશાન બનાવી 1 લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ આરંભી હતી, જેમાં નવસારી LCB ની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી. જેમાં પોલીસે શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમજ બાતમીદારોના નેટવર્કને એક્ટીવ કરી આરોપીનું પગેરૂ શોધવા મથામણ આરંભી હતી. જેમાં ગત રોજ નવસારી LCB પોલીસને સફળતા મળી અને નેશનલ હાઈવે નં.

48 પર ગ્રીડ ઓવરબ્રિજ નજીકથી બાઇક ઉપર નવસારી આવી રહેલા 30 વર્ષીય જીમી ઉર્ફે દીપક બીપીન શર્માને દબોચી લીધો હતો. સાથે જ પોલીસે જીમી પાસેથી બાઇક તેમજ ચોરીનો મુદ્દામાલ મળી કુલ 7.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ આરોપી દિપક શર્મા છેલ્લા 15 વર્ષોમાં મહારાષ્ટ્રમાં 25, હરિયાણામાં 20, રાજસ્થાનમાં 4 અને ગુજરાતમાં 9 મળીને કુલ 58 ચોરીઓને અંજામ આપ્યો છે.

આરોપી ચોરી કરવામાં મહારથ હાંસી કરી ચૂક્યો છે અને અનેકો વાર જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે ત્યારે તાજેતરમાં જેલ માંથી જામીન પર છૂટયા બાદ આરોપીએ 7 જેટલી નાનો મોટી ચોરી ને અંજામ આપી ચૂક્યો છે. અને તે આયોજન પૂર્વક પહેલ ચોરી કરવાની જગ્યાએ પૂરે પૂરી રેકી કરીને પછી ગુનાને અંજામ આપી તરત રાજ્યની હેડ છોડી દેતો હતો જેનાથી પોલીસ માટે પણ આને પકડવો મુશ્કિલ બનતો હતો.

તમે આ પણ વાંચી શકો છો:

Newborn Follow Up: બે દિવસ અગાઉ રસ્તા પરથી મળેલી બાળકીનું સારવાર દરમ્યાન મોત – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Wall Collapsed On Site : નિર્માણાધિન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાઈ, એકાએક દીવાલ ધરાશાયી થતાં મચી ભાગદોડ – India News Gujarat

SHARE

Related stories

Latest stories