HomeToday Gujarati NewsEasy Education Techniques : સંગીત સાથે શિક્ષણનું અનોખું ભાથુ તૈયાર કરાયું, ગણિત...

Easy Education Techniques : સંગીત સાથે શિક્ષણનું અનોખું ભાથુ તૈયાર કરાયું, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયને સરળ બનાવવા અભ્યાસ – India News Gujarat

Date:

Easy Education Techniques : અઘરા વિષયના જટિલ સિદ્ધાંતો શીરાની માફક ગળે ઉતરી જાય તેવી પદ્ધતિથી શિક્ષણ કાર્ય. 70 થી 80 ગીતો રચી એને બાળગીતો,ભજન લોકગીતો ફિલ્મી ગીતોના ઢાળમાં અભ્યાસ.

નવતર પ્રયોગ થકી સંગીત સાથે શિક્ષણનું અનોખું ભાથુ

ચીખલી તાલુકાના મજીગામ પ્રાથમિક શાળાની શિક્ષિકાએ જેમણે ગણિત જેવા અઘરા વિષયને સરળતાથી. કેવી રીતે બાળકોને સમજાવી શકાય અને તેનો અભ્યાસ કરી શકાય. તે હેતુ સર પોતાના નવતર પ્રયોગ થકી સંગીત સાથે શિક્ષણનું અનોખું ભાથુ તૈયાર કરી બાળકોને પીરસી રહ્યા છે. જેના કારણે બાળકોના માનસપટલ ઉપર ગણિત જેવા અઘરા વિષયનો હાવ ઓછો થયો છે. અને બાળકો ગણિત વિષયને શીરાની માફક ગળે ઉતારી રહ્યા છે.

જટિલ સિદ્ધાંતો પણ શીરાની માફક ગળે ઉતરી જાય તેવી પદ્ધતિ

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન જેવા કહેવાતા અઘરા વિષયથી દૂર ભાગતા હોય છે. પરંતુ જો તેને રોજબરોજના જીવન અને પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે તો તેને ખૂબ સરળ બનાવી શકાય છે. એવું જ કંઈક કરવામાં સફળતા મેળવી છે. ચીખલી તાલુકાના મજીગામ પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાક્ષી સરદારે તેમણે વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયના. જટિલ સિદ્ધાંતો પણ શીરાની માફક ગળે ઉતરી જાય તેવી પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરી રહ્યા છે.

Easy Education Techniques : 70 થી 80 ગીતો રચાયા

અઘરા અને બોરિંગ લાગતા ગણિત વિષયને માત્ર ગોખણપટ્ટીથી નહીં પણ. હોશે હોશે શીખે એ માટે ચીખલી તાલુકાના મજીગામ ની પ્રાથમિક શાળાના શિક્ષિકાએ ગણિત અને વિજ્ઞાન વિષયના. એક પછી એક 70 થી 80 ગીતો રચી એને બાળગીતો,ભજન લોકગીતો ,ફિલ્મી ગીતોના. ઢાળમાં ઢાળીને શાળાના ક્લાસરૂમમાં પોતે પણ ગાઈને અને વિદ્યાર્થીઓ પાસે પણ ગવડાવીને શીરાની જેમ ગણિતને ગળે ઉતારી રહ્યા છે. હોશે હોશે ગણિત ના ગીતો ગાયને વિદ્યાર્થીઓનું ગણિત પણ અપગ્રેડ થયું છે.આ સાથે બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સરળ રીતે અને સંગીત સાથે ભણાવવા. તેમજ બાળકના સર્વાંગી વિકાસ માટેની નવી શૈક્ષણિક પદ્ધતિ વિકસાવવા બદલ તેઓને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો છે.

સંગીત સાથે શિક્ષણ પીરસવાની રીત

તેમની ભણાવવાની પદ્ધતિ તદ્દન જુદી જ છે. અનોખી શિક્ષણ પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓ પણ અઘરા દાખલા હોય. કે કોયડા હોય શિક્ષક સાથે ગાતા ગાતા અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષક ની સંગીત સાથે શિક્ષણ પીરસવાની રીતને વિદ્યાર્થીઓ ખૂબ પસંદ કરી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓ પણ હોશે હોશે ગીતો ગાયને સંગીતના સથવારે ગણિત શીખી રહ્યા છે.

Easy Education Techniques : આધુનિક જ્ઞાન સંવર્ધક શિક્ષણ માટે દીવાદાંડી સમાન

ગીત ગાયને ગણિત શીખવી રહેલા આ શિક્ષકના પ્રયાસ વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનવૃદ્ધિનો પર્યાય સાબિત થયા છે. શિક્ષણના આ નવતર પ્રયોગથી શાળાની સુવાસ તો વધી છે સાથોસાથ શિક્ષણ પદ્ધતિની પણ ચર્ચાઓ થવા લાગી છે. આજ સુધી કોઈપણ શાળામાં ના થયેલો શિક્ષણનો આ પ્રયોગ આધુનિક જ્ઞાન સંવર્ધક શિક્ષણ માટે દીવાદાંડી સમાન છે.

તમે આ પણ વાચી શકો છો :

Valsad Murder Case : વલસાડ જિલ્લાના સમારો કંપનીના ગેટ સામે હત્યા, યુવકની મહિલા અને જ્ઞાતિના ઇસમો દ્વારા કરાઈ હત્યા – India News Gujarat

તમે આ પણ વાચી શકો છો :

BJP Wall Painting Program: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ, બધા કાર્યકર્તાઓએ ભાગ લીધો – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories