HomeToday Gujarati Newsdumas gangrape case માં વધુ 2 ને આજીવન કેદ-India News Gujarat

dumas gangrape case માં વધુ 2 ને આજીવન કેદ-India News Gujarat

Date:

12 વર્ષ અગાઉ બનેલ dumas gangrape caseમાં વધુ બે આરોપીઓને સજા 

dumas gangrape case:વર્ષ 2011માં સગાઈ બાદ  મંગેતર સાથે  ડુમ્મસ ફરવા ગયેલી યુવતી પર આચરાયેલાં ચકચારી dumas gangrape પ્રકરણમાં આજે સેશન્સ કોર્ટ દ્વારા વધુ બે આરોપીઓ કનૈયા ભૂમિહાર અને રાજકુમાર ભૂમિહારને જીવે ત્યાંસુધી જેલની સજાનો હુકમ કર્યો હતો. અગાઉ બે આરોપીઓ જીતેન્દ્ર અને કમલનયનને પણ આજીવન કેદની સજા કરાઈ હતી. આ સાથે આ કેસમાં અત્યાર સુધી ચાર આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.-India News Gujarat

  • કોર્ટે પીડિતા યુવતીને રૂપિયા પાંચ લાખના વળતરનો પણ હુકમ કર્યો
  • સામૂહિક બળાત્કાર કરી જાતિયવૃત્તિ સંતોષવી રાક્ષસીકૃત્ય: કોર્ટ
  • આરોપીઓ આ ગુનો આચર્યા બાદ ફરાર થઈ ગયા હતા

બે આરોપીઓ આ ગુનો આચર્યા બાદ ફરાર થઈ ગયા હતા અને તેમની સામેનો કેસ બાદમાં ચાલ્યો હતો. કોર્ટે પીડિતા યુવતીને રૂપિયા પાંચ લાખના વળતરનો પણ હુકમ કર્યો હતો.સરકાર તરફે એપીપી જીતેન્દ્ર પારડીવાલાએ દલીલો કરી હતી.અગાઉ આરોપી જીતેન્દ્રકુમાર ઉર્ફે રાજુ ભૂમિહાર અને કમલ ભૂમિહારને કોર્ટે તા. આઠમી જુલાઇ, 2013ના રોજ આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.-India News Gujarat

૨૦૧૧ માં બની હતી સામૂહિક બળાત્કારની ચકચારિત ઘટના 

​​​​​​​ભોગ બનનાર યુવતી પોતાના મંગેતર(હાલના પતિ)સાથે 28 ઓકટો. 2011એ સાંજે ડુમસ ચોપાટી ફરવા ગયા હતા. જ્યાં બાંકડા પર બેઠા હતા. ત્યારે આરોપીઓએ પતિને માર મારી બુમ પાડશે તો મારી નાંખીશું એવી ધમકી આપી હતી. ત્યારબાદ મહિલાના કપડા ફાડી નાંખી આરોપીઓએ બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન પતિ ફરી બચાવવા ગયો તો તેને માર મારી મહિલાની ઇજાર વડે તેના હાથ બાંધી દીધા હતા.અને યુવતીના શરીર પર અસંખ્ય બાચકા ભરી તેની સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.-India News Gujarat

  • રેપ બાદ યુવતી ચાલી શકતી ન હતી.
  • આરોપીઓ તેના કપડા લઇને ભાગી ગયા હતા.
  • ફોન કરીને કપડા મંગાવ્યા હતા.
  • પતિની સોનાની ચેઇન,ફોન મળી 14 હજારની લુંટ ચલાવી હતી.

​​​​​​​યુવકે યુવતીને આપેલાં સાથને કોર્ટે બિરદાવ્યો

કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, ગેંગ રેપ કરી જાતિય વૃત્તિ સંતોષવી એ એક પ્રકારની અધમતા અને રાક્ષસી વૃત્તિ છે. તેનાથી શરમજનક કોઈ કૃત્ય હોય શકે નહીં.આવી ઘટના માનવતા તથા ભદ્ર સમાજ માટે ખતરાની ઘંટડી છે. પોતાની ઓળખ છતી ન થાય માટે પીડિતા પર રેપ કરી જાનથી મારી નાખે છે.

dumas gangrape case  બાદ ​​​​​​​યુવકે યુવતીને આપેલાં સાથને કોર્ટે બિરદાવ્યો હતો.ઘટના બાદ બંને ન્યાય માટે કાનૂની જંગ લડી લગ્નના તાંતણે પણ બંધાયા હતા.-India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો: One side love ગર્ભવતી પ્રેમિકા પાસે સુસાઈડ નોટ લખાવી પ્રેમીએ ઝેર પીવડાવ્યું

તમે આ પણ વાંચી શકો છો: IPO : ચાલુ સપ્તાહે રોકાણની તક મળશે, 3000 કરોડ રૂપિયા માટે 2 કંપનીઓ IPO લાવી

SHARE

Related stories

Latest stories