HomeBusinessDoor To Door Garbage/ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાથી લોકસુવિધામાં વધારો થવા...

Door To Door Garbage/ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાથી લોકસુવિધામાં વધારો થવા સાથે ગામમાં સ્વછતા જળવાશે/INDIA NEWS GUJARAT

Date:

ઓલપાડ ખાતે વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓરમા ગ્રુપ ગ્રામ પંચાયતને રૂ.૭ લાખના ખર્ચે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનનું લોકાર્પણ

ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાથી લોકસુવિધામાં વધારો થવા સાથે ગામમાં સ્વછતા જળવાશે

વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા ઓલપાડ તાલુકા પંચાયત ખાતે ઓરમા ગ્રુપ ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયતના ૧૫ નાણાપંચમાંથી રુ.૬.૯૯ લાખના ખર્ચે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનનું લોકાર્પણ કરાયું હતું. ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાથી લોકસુવિધામાં વધારો થવા સાથે ગામમાં સ્વછતા જળવાશે. દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનથી આજે દરેક ગામોમાં સ્વચ્છતાની ગુંજ ફેલાઈ રહી છે ત્યારે ડોર ટુ ડોર કચરાના કલેક્શનથી ગ્રામજનોને ઉત્તમ સુવિધાનો લાભ મળશે.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ નિતાબેન પટેલ, ઓરમા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ઠાકોરભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories