Surat Demolish Temple : મંદિર અને દરગાહનું કરાયુ ડિમોલેશન : India News Gujarat
Surat Demolish Temple : બ્રિજ ને નડતર રૂપ મંદિર-દરગાહ હતી
- સુરત શહેરકે જે એક બ્રિજિસિટીના નામે હવે વિકસિત થયું છે ત્યારે સુરતના સહારા દરવાજા સ્થિત નવો બ્રિજ બન્યો છે આ બ્રિજ શરૂ કરતાં પહેલાં તંત્ર દ્વારા બ્રિજને અડીને આવેલ કાલી માતાનું મંદિર જે અડચણરૂપ હોવાની વાત તંત્ર દ્વારા કહેવામાં આવી હતી અને ડિમોલિશન કરવા પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ભેગા થઈ જતા બે દિવસ સુધી તંત્રને લોઢાના ચાવવા જેવી હાલત થઈ ગઈ હતી અને અંતે તે ડિમોલિશન અટકાવવું પડ્યું હતું ત્યારબાદ તમામ હિન્દુ સંગઠનો વિખેરાઈ ગયા હતા. હાલ તહેવારનો માહોલ હોવાથી લોકો પોત પોતાના કામોમાં વ્યસ્ત છે આ બાબતોનો લાભ ઉઠાવી ગઈકાલે મોડી રાત્રે એક થી બે વાગ્યાની અરસામાં પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા મળી બ્રિજને અડચણરૂપ રહેલા દરગાહ અને મંદિરનું એક સાથે ડીમોલિશન કરી દેવામાં આવ્યું હતું.
In Surat Demolish Temple : ડિમોલીસન બાદ તમામ અવરોધો દૂર થયા,, બ્રિજની બિલકુલ વચ્ચે હતા અવરોધ
- આ ડિમોલિશન દરમિયાન લોકો દ્વારા કોઈ વિરોધના કરવામાં આવે અને કોઈ અણબનાવ ન બને તે વસ્તુને ધ્યાને રાખી અડધા કિલોમીટર નો વિસ્તાર બેરીકેટ કરી અવરજવર બંધ કરી આ દરગાહ અને મંદિરનું ડિમોલિશન કરી દેવાયું હતું.
સવારે જ્યારે લોકોની અવર-જવર શરૂ થઈ અને આ હાલાત જોઈ સૌ લોકો ચોકી ઉઠ્યા હતા અને ધીરે ધીરે તમામ ધાર્મિક સંગઠનો પણ આ વાતની જાણ થઈ હતી અને ધીરે ધીરે ત્યાં લોકો એકત્રિત થવા લાગ્યા હતા. - હાલ તો તે તમામ સંગઠનો ત્યાં પહોંચી હતી પરંતુ આ બાબતે ત્યાં હાજર કોઈ પણ લોકો કઈ બોલવા તૈયાર ન હતા.
- મહત્વની બાબત એ છે કે આ ડિમોલિશન માટે પોલીસે જે 500 મીટર ની બેરીકેટીંગ કરી હતી તે દરમિયાન પોલીસના 800થી વધુ જવાનો અને અધિકારીઓ આડીમોલિશનમાં જોડાયા હતા.
- જેમાં મહીધરપુરા સલામતપુરા અને અઠવા પોલીસ સ્ટેશનની સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ હતી.
- બીજી તરફ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાના પણ અધિકારીઓ સહિત 100 થી 150 જેટલા અધિકારીઓ નો કાફલો ઘટના સ્થળે હાજર હતો.
- હાલ જયાં મંદિર અને દરગાહ દ્વારા રોડ વચ્ચે દબાણ હતું ત્યાં રોડ બનાવીને તમામ અવરોધો દૂર કરી દેવામાં આવ્યા છે અને એ રીતે દેખાઈ રહ્યું છે કે ત્યાં પહેલા કોઈ મંદિર કે દરગાહ હતી જ નહીં ..
આ પણ વાંચો :
Surat Police Drive – પોલીસની સરપ્રાઈઝ વ્હીકલ કોમ્બિંગ ડ્રાઇવ
આ પણ વાંચો :
Surat Police Make Special Drive – વ્યાજખોરો સામે કરાઈ કાર્યવાહી