HomeGujaratCongress Stamped On Ritvik Makwana : ઋત્વિક મકવાણા પર કૉંગ્રેસે લગાવી મહોર,...

Congress Stamped On Ritvik Makwana : ઋત્વિક મકવાણા પર કૉંગ્રેસે લગાવી મહોર, તળપદા કોળી સમાજની માગણી અંતે કૉંગ્રેસએ સ્વીકાર કરી – India News Gujarat

Date:

Congress Stamped On Ritvik Makwana : સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ઋત્વિક મકવાણાને ટિકિટ સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર કોળી મતદાતાઓનું પ્રભુત્વ.

ઉમેદવારોના નામની 12 મી યાદી જાહેર કરી

કોંગ્રેસ દ્વારા 3 ગુજરાતના ઉમેદવારોના નામની 12 મી યાદી જાહેર કરી છે. જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણાનું નામ લગભગ નક્કી કરાયું છે.

કોંગ્રેસે અમુક સીટો પર હજી સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ તરફ હવે કોંગ્રેસે અમુક સીટો પર હજી સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. ત્યારે કોંગ્રેસે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી કરમસીભાઈ અને પૂર્વ સાંસદ સવસીભાઈ મકવાણાના પૌત્ર, 48 વર્ષના ઋત્વિક મકવાણાએ ડી.બી.એડ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ યુવા, શિક્ષિત અને તળપદા કોળી જ્ઞાતિના જાણિતા ચહેરા હોવાથી કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર તેમની પસંદગી કરી છે. ત્યારે ભાજપે તળપદા કોળી સમાજને નારાઝ કરી અને ચંદુભાઇ શિહોરાને ટિકિટ આપી છે.

Congress Stamped On Ritvik Makwana : 3.82 લાખ મતો તળપદા કોળી સમાજના છે

ઋત્વિક મકવાણાને ટિકિટ આપી કૉંગ્રેસે માસ્ટર સ્ટોક લગાવ્યો છે કારણ કે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર કોળી મતદાતાઓનું પ્રભુત્વ છે. કરીબ કરીબ 3.82 લાખ મતો તળપદા કોળી સમાજના છે. તે સાથે બેરોજગારી, મોંઘવારી, જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી અને પાણી પ્રશ્નના મુદ્દા પર કૉંગ્રેસ આ જિલ્લામાં પ્રચારે કરશે. અને ભાજપના ઉમેદવારને ટક્કર આપવાની રણનીતિ ઘડી કાઢવામાં આવશે.. આવનારા સમયમાં કોળી તળપદા મતદારો આ લોકસભા બેઠક માટે નિર્ણાયક સાબિત થશે અને કોળી મતદારો જેના પક્ષમાં મતદાન કરશે એ ઉમેદવારની જીતવાની પ્રબળ દાવેદારી કહી શકાય..

તમે આ પણ વાંચી સકો છો :

General Elections’ 24: જિલ્લા કલેકટર કચેરી ખાતે લોકસભાની ચૂંટણી તૈયારી


તમે આ પણ વાંચી સકો છો :

RTE: પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ રોકવા શિક્ષા વિભાગ એક્સનમાં

SHARE

Related stories

Latest stories