HomeBusinessCNG Rate : CNG ભાવ વધારા થી સામાન્ય લોકો પરેશાન :- India...

CNG Rate : CNG ભાવ વધારા થી સામાન્ય લોકો પરેશાન :- India News Gujarat

Date:

CNG Rate : CNG ભાવ વધારા થી સામાન્ય લોકો પરેશાન :- India News Gujarat

સમગ્ર દેશમાં મોંઘવારીનો માર જનતા સહી રહી છે ત્યારે જનતા પરથી આ મોંઘવારીનો બોજો ક્યારે ઉતરશે તે હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયું છે જે રીતે ઘરની રોજિંદી ચીજ વસ્તુઓ હોય કે પછી ઘરની બહાર નીકળો તો યાતાયાતના સાધનો પર જે રીતે મોંઘવારીનો માર ઝીંકાઇ રહ્યો છે તેના કારણે જનતા ચિત્કાર પોકારી રહી છે તમામ વસ્તુઓને ધ્યાન રાખી સરકાર દ્વારા જે CNG માં વેટ નો ઘટાડો કરવામાં આવ્યો છે તેના કારણે હજી સુધી કોઈ પણ વ્યક્તિ આ ભાવને લઈને આ તમામ બાબતોને ધ્યાને જ્યારે ઇન્ડિયા ન્યુઝ ગુજરાતની ટીમ ગ્રાઉન્ડ લેવલ પર પહોંચી ત્યારે પોતાની ગાડીમાં સીએનજી ભરાવવા આવેલા ગ્રાહકો જોડે વાત કરાઈ તો તેમની વેદના સંભળાવી હતી.

CNG Rate : પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ગુડ્સ ટ્રાન્સપોટ પર મોટી અસર

એ ગ્રાહક ના જણાવ્યા અનુસાર હાલ જે સીએનજી ગાડીનો ઉપયોગ થઈ રહ્યો છે તે મધ્યમ વર્ગીય પરિવાર અને ટ્રાન્સપોર્ટેશન કરતા વાહનોમાં આનો ઉપયોગ વધારે થાય છે જેમાં મધ્યમ વર્ગીય પરિવારનો પગાર ૧૦ થી ૧૫ હજાર રૂપિયા હોય તો તેના માટે સીએનજી ગેસ એટલી મોંઘી થઈ ચૂકી છે કે તેમને પોતાનું પેટનું ભરણપોષણ કરવા વધારે કામ કરવું પડે છે. સીએનજી ગેસના ભાવમાં વધારો થતા જે રીક્ષા ચાલકો છે તેમને ભાડા પણ બમણા કરી દીધા છે જે લોકો પાસે વાહન નથી તે લોકોને આવા વધારાથી અવરજવરમાં ઘણી તકલીફો પડે છે અને તેમના ખિસ્સા પર મોટો બોજો આવી જાય છે,,,

CNG Rate : તહેવારોનાં સમયે લોકોનાં ખિસ્સા પર અસર,
ઇલેક્સન માં પણ લોકો ની નારાજગી થી અસર થશે

અન્ય વ્યક્તિએ વાત કરતા જણાવ્યું હતું કે એક સમયે જ્યારે સરકાર નો સ્લોગન હતું કે સબકા સાથ સબકા વિકાસ તેને ધ્યાને લઈ હાલજે મોંઘવારી વધી રહી છે તેમાં આ સ્લોગન નિરર્થક સાબિત થાય છે. હાલ સરકાર જે રીતે ભાવ વધારા તરફ વધી રહી છે ત્યારે એવું લાગી રહ્યું છે કે આ સરકાર પેટ્રોલ ડીઝલ અને સીએનજી ના ભાવ એક સરખા કરી દેશે. આઝાદી પછી આ એવો સમય છે કે જ્યારે પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવ આસમાને પહોંચી ગયા છે અત્યારે ચોક્કસ રૂપે સરકાર દ્વારા આ બાબતે નિર્ણય કરી ભાવમાં હજુ ફેરફાર કરવો જોઈએ અને આમ જનતાને યોગ્ય કિંમતમાં ઈંધણ મળે એવો નિર્ણયો કરવા જોઈએ

SHARE

Related stories

Latest stories