HomeToday Gujarati NewsGujaratના Chief Ministerએ મહિલા MLA માટે કરી મોટી જાહેરાત....

Gujaratના Chief Ministerએ મહિલા MLA માટે કરી મોટી જાહેરાત….

Date:

હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના મખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલા ધારાસભ્યોને અધિક ગ્રાન્ટની ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં 2023-24નાં વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ગ્રાન્ટનો ઉપયોગ મહિલા ધારાસભ્ય પોતાના વિસ્તારમાં રોડ-રસ્તા સારા બનાવવા પાછળ વાપરી શકશે. ગુજરાતમાં 15 મહિલા ધારાસભ્ય છે. જેમાં દરેક મહિલા ધારાસભ્યને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાના વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે, મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.

SHARE

Related stories

Latest stories