તસ્કરો એ ૪ સ્થળે કસબ અજમાવ્યું પરંતુ કાઈ હાથ ન લાગ્યું
વલસાડ જિલ્લા માં ભર શિયાળે તસ્કરો એક પછી એક ચોરી ની ઘટનાઓ ને અંજામ આપી પોલીસ ની ઠંડી ઉડાવી રહી છે.ગઈ રાત્રે તસ્કરો એ વલસાડ ના ચણવાઈ ગામ ને નિશાન બનાવી મંદિર, ક્લિનિક, અને ઓફિસ અને બ્યુટી પાર્લર સહિતને નિશાન બનાવી ને ચોરી નો પ્રયાસ કર્યો હતો.પરંતુ 4 જગ્યાએ હાથફેરો કર્યો હોવા છતાં કઈ નહિ મળતાં ખાલી હાથે જવું પડયું હતું.જોકે આ ચાલક તસ્કરે સીસીટીવી થી બચવા કેટલીક જગ્યાએ સીસીટીવી કેમેરા ના વાયર પણ કાપી નાખ્યાં હતાં છતાં એક ઓફિસમાં આ તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.સવારે જાણ થતા ગામ માં ચકચાર મચી ગઈ હતી અને જાણ કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
વલસાડ તાલુકાના પારનેરા ચણવઇ રોડ પર આવેલા સાંઈ મંદિર વિસ્તારમાં રાત્રીના સમયે કોઈ ચોર ઈસમોએ મયુરી ઇન્ડિયન ગેસ એજન્સી , સાંઈ કિલીનીક, જલ બ્યુટી પાર્લર તેમજ સાંઈબાબા મંદિર ને પણ નિશાન બનાવ્યું હતું.અને તમામ જગ્યાએ તાળા અને નકુચા પણ તોડ્યા હતા. જોકે ચોરી કરતી વખતે સીસીટીવી માં ઝડપાઈ ના જાય તે માટે પણ ચોરો એ સાઈ મંદિરમાં લાગેલા CCTV કેમેરા ના વાયર પણ કાપી નાંખ્યા હતા.. જોકે ઇન્ડિયન ગેસ એજન્સી ની ઓફિસમાં પણ તસ્કર ઘુસ્યા હતા. આ ઓફિસમાં લાગેલા CCTV માં ચોરો કેદ થઈ ગયા હતા. અને ઓફિસમાં ઘૂસેલા ચોરો સામાન રફે દફે કરતા નજરે પડ્યા હતા.જોકે ચોરો એ સાંઈ મંદિરમાં પ્રવેશ કરી અને મંદિર ની આખે આખી દાન પેટી ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. અને દાન પેટી ને મંદિર ની બહાર સુધી ખેંચી ગયા હતા.
પરંતુ દાનપેટી તોડવા પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ રહ્યા ના હતા..મંદિર ના પુજારી વહેલી સવારે મંદિરે પુજા કરવા આવતા ચોરી થઇ હોવાનું જણાયું હતું અને આ બાબતે ગામ લોકોને જાણ કરી હતી. અને આ ચોરી ની ઘટના ની જાણ વલસાડ પોલીસ ને પણ કરવામાં આવી હતી.સાથી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.. મંદિર ની સાથે સાથે આજુ બાજુ ના કલીનીક બ્યુટી પાર્લર તેમજ ગેસ એજન્સીના પણ તાળા તોડયા હોવાનું માલુમ પડ્યું હતુ.આમ એકજ રાત માં જગ્યાએ તાળા તોડી ચોરી નો પ્રયાસ કર્યો હતો.પરંતુ કઈ હાથે ના લાગતા તેઓએ ખાલી હાથે પરત થવું પડયું હતું.પરંતુ પોલીસ ને પડકાર ફેકનાર આ તસ્કર ટોળકી ને ઝડપવા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી છે.