બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર
20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડકપ માંથી બહાર થઈ ગયો છે. હજુ હમણાં જ જસપ્રીત બુમરાહ લાંબા સમયે ઈજામાંથી પરત ફરી રહ્યો હતો, તેણે ઓસ્ટ્રેલિયા સામે પણ બે મેચ રમી હતી પરંતુ તે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી20 મેચમાં રમી શક્યો નહોતો.-Bumrah-T20-gujaratnews
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, “બુમરાહ નિશ્ચિતપણે વર્લ્ડ T20 રમવા જઈ રહ્યો નથી. તેની પીઠની સ્થિતિ ગંભીર છે. તેને સ્ટ્રેસ ફ્રેક્ચર છે અને તે છ મહિના માટે બહાર રહી શકે છે”.-Bumrah-T20-gujaratnews
પીઠની સમસ્યાને કારણે જસપ્રીત બુમરાહ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી20 મેચ પણ રમી શક્યો ન હતો. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમસ્યા વધુ ગંભીર છે અને તે ફ્રેક્ચર જેવી હોઈ શકે છે, જેના કારણે જસપ્રિત બુમરાહને લગભગ 6 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેવું પડી શકે છે.-Bumrah-T20-gujaratnews
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. જસપ્રીત બુમરાહ ઈજામાંથી પરત ફરી રહ્યો હતો, તેણે ઓસ્ટ્રેલિયા સામે પણ બે મેચ રમી હતી પરંતુ તે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી20 મેચમાં રમી શક્યો નહોતો. T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટમેન), દિનેશ કાર્તિક (વિકેટેઇન), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.-Bumrah-T20-gujaratnews