HomeEntertainmentBollywood :કબીર ખાન-સાજિદ નડિયાદવાલાની ફિલ્મમાં જોવા મળશે કાર્તિક આર્યન-India News Gujarat

Bollywood :કબીર ખાન-સાજિદ નડિયાદવાલાની ફિલ્મમાં જોવા મળશે કાર્તિક આર્યન-India News Gujarat

Date:

Kartik Aaryan :કબીર ખાન-સાજિદ નડિયાદવાલાની ફિલ્મમાં જોવા મળશે કાર્તિક આર્યન-India News Gujarat

Kartik Aaryan : બોલિવુડ અભિનેતા કાર્તિક આર્ય(Kartik Aaryan) ના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. તે ટુંક સમયમાં જ કબીર ખાનની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને સાજિદ નડિયાડવાલા (Sajid nadiadwala) પ્રોડ્યુસ કરશે. ફિલ્મ સાચી ઘટના પર આધારિત હશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષમાં શરુ થશે. કબીર ખાને (Kabir Khan)આ પ્રોજેક્ટની જાહેરાત કરતા કહ્યું કે, કાર્તિક આર્યન(Kartik Aaryan) આ ફિલ્મમાં નવા અવતારમાં જોવા મળશે. જે તમે ક્યારેપણ જોયો નહિ હોય.

કાર્તિક આર્યનની આ મોટી જાહેરાત

કાર્તિક આર્યન (Kartik Aaryan) પણ આ ફિલ્મને લઈ ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યો છે, તેણે કબીર ખાન અને સાજિદ નડિયાડવાલની સાથે કામ કરવાને લઈ ખુશી જાહેર કરી છે. ભુલ ભુલૈયા 2ની સફળતા બાદ કાર્તિક આર્યનની આ મોટી જાહેરાત છે. ભુલ ભુલૈયા2 બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. કબીર ખાને બજરંગી ભાઈજાન અને 83 જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

ફ્રેબુઆરી 2023માં રિલીઝ થશે કાર્તિકની શહશાદા

કાર્તિક આર્યનની આગામી ફિલ્મ શહજાદા છે, જે મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મને રોહિત ધવને ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મમાં કાર્તિકની સાથે કૃર્તિ સેનન છે, પહેલા રિપોર્ટ હતો કે, ફિલ્મ આ વર્ષ 4 નવેમ્બરના રોજ રિલીઝ થશે પરંતુ હવે આ ફિલ્મ ફ્રેબુઆરી 2023માં રિલીઝ કરવામાં આવશે. શહજાદા અલ્લુ અર્જુન અને પુજા હેગડેની આલા વૈકુંઠપુરમુલુનું હિન્દી વર્ઝન છે, આલા વૈકુંઠપુરમુલુ તેલુગુ ફિલ્મ 2020માં રિલીઝ થઈ હતી

કૃતિ-કાર્તિકની જોડી ફરી મોટા પડદા પર જોવા મળશે

કૃતિ અને કાર્તિક બીજી વખત એકસાથે જોવા મળશે. આ પહેલા બંન્ને 2019માં લુકા છુપીમાં જોવા મળ્યો હતો. તે હંસલ મહેતાની કેપ્ટન ઈન્ડિયનમાં જોવા મળશે, જેમાં તે પાયલટનું પાત્ર નિભાવી રહ્યો છે, કાર્તિક આર્યને પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટૂ કી સ્વીટી, લવ આજ કલ 2, ધમાકા સહિત અન્ય ફિલ્મોમાં કામ કર્યું છે. તેના કામના પણ ખુબ વખાણ કરવામાં આવ્યા છે.

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories