HomeGujaratBharuch Medical Camp: અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના...

Bharuch Medical Camp: અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના છ ગામના 380 બાળકો માટે મેડિકલ કેમ્પ – INDIA NEWS GUJARAT

Date:

Bharuch Medical Camp: સંસ્થા દ્વારા 380 જેટલા બાળકો માટે ફ્રી મેડિકલ કૈંપ

ભરૂચમાં સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક ચકાસણી

ભરૂચમાં સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના છ ગામના 380 જેટલા બાળકો માટે મેડિકલ કેમ્પ યોજાયો. અમેરિકન ડોકટોરો ના સહયોગ થી ચકાસણી કરવા માં આવી.

Bharuch Medical Camp: અમેરિકન ડોક્ટર દંપતિ દ્વારા બાળકોને નિઃશુલ્ક સારવાર

આજરોજ ભરૂચના તરલ્સ ગામ માં સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થા ના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો માટે મેડિકલ કેમ્પ નું આયોજન કરેલ છે. સંસ્થાના સ્થાપક પરિવાર અને ટ્રસ્ટ મંડળના સંયુક્ત પ્રયાસો દ્વારા આ ઉત્તમ સેવાકીય કાર્યો થઈ રહેલ છે. સંસ્થા ના સ્થાપક પ્રવીણભાઈ પટેલ ના અમેરિકા ના મિત્રો એ આ નિઃશુલ્ક ચકાસણી માં સહયોગ આપ્યો છે. અમેરિકા માં સ્થિત ડૉ. દંપતિ, ડૉ.રાજન જોષી (Lungs specialist, USA) અને ડૉ.શોભના જોષી (pediatrician, USA) ની હાજરીમાં બાળકોનું નિદાન કરવામાં આવી રહ્યું છે. હાલ 200 જેટલા બાળકો નું આરોગ્ય તપાસ કરાયું છે. તેમાંથી 5 થી 6 બાળકોમાં હૃદય ની, અને અન્ય બાળરોગોની ગંભીર તકલીફો જણાયેલ છે. એવું પણ જાણવા માં આવ્યું છે કે આએ બાળકો ની સારવાર માટેનું તમામ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવશે. કુલ 380 ગુરુકુલમ ના બાળકો અને અસ્મિતા નિવાસી શાળાના 100 જેટલા મનો દિવ્યાંગ બાળકોનું નિદાન કરી જરૂર મુજબ આગળની મેડિકલ કાર્યવાહી કરવામાં આવશે.

અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા છ ગામોમાં ગુરુકુલમ જ્ઞાન વર્ગો ચાલી રહ્યા છે

હાલ માં, અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થા ની આજુબાજુના ત્રાલસા, કુવાદર, દયાદરા, બોરી, પીપળીયા અને હલદર એમ કુલ છ ગામોમાં ગુરુકુલમ જ્ઞાન વર્ગો ચાલી રહ્યા છે. ધોરણ એક થી આઠ માં ભણતા  આર્થિક રીતે નબળા પરિવારો માટે સંસ્થા દ્વારા જે તે ગામોમાં શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. સાથે સાથે, વૈદિક શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ ના સંસ્કારો નાની ઉંમરથી જ બાળકો માં જળવાય રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

તમે આ પણ વાંચી શકો છો:

Ram mandir on kite : પતંગના ભાવમાં વધારો હોવા છતાં વિશાલકાય રામ મંદિર વાળી પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસ્વીર વાળી પતંગ હોટ ફેવરેટ – India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો:

“International Kite Festival”/આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો/INDIA NEWS GUJARAT

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories