સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અનેક સંબંધમાં એક પ્રેમી એ પ્રેમિકાની સાસુની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે આધેડ મહિલાએ હાથમાં દાતરડું હોય દાતરડું વીંઝી પોતાના જીવ બચાવ્યો હતો.
મોટે ભાગે ટીવી સિરિયલોમાં જ જોવા મળતા ક્રાઈમ સિરિયલ જેવી એક ઘટના સુરત જિલ્લામાં બનવા પામી હતી. સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ગામે એક મહિલાને મોઢા પર કોથળી પહેરાવી હત્યા કોશિશ કરી હતી.
સમગ્ર ઘટના એ બની હતી કે મહુવા તાલુકાના આંગલધરા ગામે કલા બહેન બાબુભાઈ પટેલ જેની પોતાના ગામમાં જ ખેતીલાયક જમીન આવેલી છે. ત્યાં મહિલા ઘાસચારો કાપી રહી હતી. તે દરમિયાન કોઈક અજાણ્યા ઇસમે પાછળથી આવીને મહિલાના મોઢા પર કોથળી પહેરાવીને ગળું દબાવી મહિલાને ધસડી ગયો હતો. જોકે આગળ મહિલાએ હિંમત દાખવી દાતરડું વિંછી નાખતા હુમલાખોરને પણ ઇજા થઈ હતી. જોકે ઘટના સમયે મહિલાના ઘરની વહુ પણ ત્યાં આવી જતા બૂમાબૂમ કરતા હુમલાખોર ભાગી ગયો હતો.
કલાબેન પટેલ નામની આધેડ મહિલા ને શરીરના ભાગે ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે અનાવલ અનાવલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. બનાવ સંદર્ભે મહુવા પોલીસને જાણ કરતા મહુવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હુમલાખોર ભાગવા જતા તેને પણ શરીરના ભાગે ઇજા થઈ હતી. અને રસ્તામાં લોહી પણ વહેલું હોય એવા દ્રશ્ય જોવા મળ્યા હતા. જેથી પોલીસ એ અલગ અલગ ટિમો બનાવી એફ એસ એલ ની પણ મદદ મેળવી તપાસ શરૂ કરી હતી. તપાસ કરતાં હુમલાખોર ઈસમ મહુવા તાલુકા ના કોષ ગામ નો ઉમેશ રતીભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું હતું.
હુમલાખોર ની ઓળખ થતાં ગણતરી ના કલાકો ઉમેશ પટેલ ની અટકાયત પણ કરી લેવાય હતી. જોકે તેની પૂછ પરછ કરતા આધેડ મહિલા ઉપર હુમલો કરનાર ઉમેશ પટેલ એ કારણ પણ ચોંકાવનારું આપ્યું હતું.
કારણ કે હુમલાખોર ઉમેશ ના ભોગ બનનાર આધેડ મહિલા ના પરિવાર ની વહુ સાથે આડા સંબંધ હતા. અને જેમાં આધેડ મહિલા કનડગત કરતા તેની હત્યા કરવાનું ઉમેશ એ મન બનાવી લીધું હતું. પરંતુ આધેડ મહિલા એ પ્રતિકાર કરતા તેનો પ્રયાસ તો નિષ્ફળ ગયો. પણ આખરે જેલ ના સળિયા પાછળ પણ ધકેલાઈ ગયો.