As Gujarat Celebrates Dusshera With Jalebi Faafda – Also Burns the Biggest Effigy of Ravan this year: ગુજરાતનાં સૌથી મોટા રાવણનું દહન:રાજકોટના રેસકોર્સમાં લેસર-શો અને ભવ્ય આતશબાજી બાદ 60 ફૂટનો એક અને 30-30 ફૂટના બે રાવણ સળગી ઉઠ્યા.
દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દેશભરમાં હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવતા સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. આ તહેવાર દર વર્ષે અશ્વની મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે જે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં આવે છે.
દશેરા શબ્દ સંસ્કૃત શબ્દો દશા (દસ) અને હરા (હાર) પરથી ઉતરી આવ્યો છે તે ભારતના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક તહેવારોમાંનો એક છે અને હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે ભગવાન શ્રી રામે લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો, અને દેવી દુર્ગાએ નવ રાત અને દસ દિવસની લડાઈ પછી રાક્ષસ રાજા મહિષાસુરનો વધ કર્યો હતો અને દેવતા અને પૃથ્વીને તેના જુલમથી બચાવ્યા હતા.
રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લાં 37 વર્ષથી રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પરંપરા આ વર્ષે પણ આગળ ધપાવી આજે સાંજે આઠ વાગ્યે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ માટે જુદા-જુદા ત્રણ પૂતળાનું નિર્માણ યુપીનાં ખાસ કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું. આજે લેસર-શો અને ભવ્ય આતશબાજી બાદ 60 ફૂટનો એક અને 30-30 ફૂટના ત્રણેય રાક્ષસ સળગી ઉઠ્યા હતા. આ તકે શસ્ત્રપૂજન પણ કરી પરંપરા જાળવવામાં આવી હતી.