જમ્મુ કાશ્મીરમાં Army Helicopter Crash થયું, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ– INDIA NEWS GUJARAT
જમ્મુ-કાશ્મીરમાં આજે Army Helicopter Crash થયું છે. આ ઘટના ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝના તુલૈલ વિસ્તારમાં ગુજરાન નાળા પાસે બપોરે બની હતી. એક પોલીસ અધિકારીએ ઘટનાની જાણ કરી હતી. તેમણે કહ્યું કે માહિતી મળ્યા બાદ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઓપરેશન ચાલુ છે.
અકસ્માત બાદ સંપર્ક તૂટી ગયોઃ SDM
ગુરેઝના એસ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM)ના જણાવ્યા અનુસાર, Army Helicopter Crashની દુર્ઘટના બાદ ARMYના હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તે બાકીની વિગતોની રાહ જોઈ રહ્યો છે. પાયલોટ અને કો-પાઈલટની શોધખોળ કરવામાં આવી રહી છે. દરમિયાન, સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાઇલટ અને કો-પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
આ પણ વાંચી શકો: અક્ષય કુમાર અભિનીત Mission Cinderella ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે
આ પણ વાંચી શકો: ફાઈટર ફિલ્મમાં રિતિક રોશન જોરદાર એક્શન કરતો જોવા મળશે