સુરત સ્થિત આઈબીએલ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા 9 મી જાન્યુઆરીએ આઈપીઓની જાહેરાત
11મી એ બંધ થનાર આઈપીઓમાં પ્રતિ શેરની કિંમત 51 રૂપિયા નક્કી કરાઇ
ફિનેટક આધારિત નાણાંકીય સેવાઓ માટેનું અગ્રણી પ્લેટફોર્મ આઇબીએલ ફાઇનાન્સ લિમિટેડ હવે આઇપીઓની જાહેરાત કરવા જઈ રહ્યું છે. 9મી જાન્યુઆરીના રોજ આઇપીઓની જાહેરાત સાથે ઈશ્યુ ખુલશે અને અને 11મી એ બંધ થશે. કંપની દ્વારા પ્રતિ શેર 51 રૂપિયા પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે અને 2000 ના લોટમાં શેરની ખરીદી કરી શકાશે.
ઓગસ્ટ ૨૦૧૭ માં સ્થાપિત, IBL ફાઇનાન્સ લિમિટેડ એ ફિનટેક આધારિત નાણાકીય સેવાઓનું પ્લેટફોર્મ છે, જે ધિરાણને સરળ અને ઝડપી બનાવવા માટે ટેક્નોલોજી અને ડેટા સાયન્સનો ઉપયોગ કરે છે. IBL ફાઇનાન્સ એ એક મોબાઇલ એપ્લિકેશન થકી સેવાઓ આપે છે જે સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા રૂ. 50,000 સુધીની ઈન્સ્ટન્ટ પર્સનલ લોન ઓફર કરે છે. જે લોન માત્ર ૩ મિનિટની અંદર મંજૂર થઈ શકે છે. કંપનીએ કંટાળાજનક પરંપરાગત ધિરાણ પ્રક્રિયામાં ક્રાંતિ લાવી છે. જેને અંતર્ગત ભૌતિક ઉપલબ્ધતા, ઘણા બધા કાગળની ઝંઝટમાંથી મુક્તિ આપવી છે. ગ્રાહક IBL ફાઇનાન્સ એપ્લિકેશન ડાઉનલોડ થકી એક સરળ માર્ગદર્શિત પ્રક્રિયા દ્વારા અરજી કરી શકે છે અને મિનિટોમાં જરૂરી રકમ નું વિતરણ મેળવી શકે છે. 31 માર્ચ, 2023 સુધીમાં કંપનીએ ₹. 71.05 કરોડની રકમની 1,63,282 વ્યક્તિગત લોનનું વિતરા કર્યું છે. 2023 માં IBL ઇન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્લિકેશનમાં 381,156 લોગિન હતા. સરેરાશ, દર મહિને 27,969 વપરાશકર્તાઓ એપ્લિકેશન પર સક્રિય હતા. કંપનીના અદ્યતન અંડરરાઇટીંગ અલ્ગોરિધમ્સ 500 થી વધુ ડેટા પોઈન્ટ સાથે ક્રેડિટ રિપોર્ટ જનરેટ કરવા માટે પણ સ્રોતોમાંથી ડેટાનો ઉપયોગ કરે છે. કંપની દ્વારા આપવામાં આવતી માહિતી ગ્રાહકો સરળતાથી સમજ શકે તેની ખાતરી કરવા માટે ભાષાને સરળ અને સંક્ષિપ્ત રાખેલ છે. ઓગસ્ટ 2023 સુધીમાં કંપનીની ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં 7 શાખાઓ ધરાવે છે.
હવે કંપની શેર બજારમાં આઈપીઓ ની જાહેરાત સાથે ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. ઈશ્યુ 9મી જાન્યુઆરીના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 11મી જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. ઇશ્યુમાં સબસ્ક્રિપ્શન માટેની ન્યૂનતમ રકમ રૂ.1,02,000 છે જેના માટે ઓછામાં ઓછા 2000 શેરની અરજી કરવાની રહેશે અને ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. કંપની NSE પ્લેટફોર્મ પર તેનો ઈશ્યુ લઈને આવી રહી છે. ફેડેક્સ સિક્યુરીટીઝ પ્રાઈવેટ લિમિટેડને ઈશ્યુ માટે લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. ઈશ્યુ માળખું રૂ.10 ની ફેસવેલ્યુ ધરાવતા 65,50,000 શેરનો ઈશ્યુ ₹.41ના પ્રિમીયમ સાથે રૂ.51 પ્રતિશેરના ફિક્સ ભાવ પર ઓફર કરી રહી છે. કુલ ઈશ્યૂમાં પબ્લિક માટેના હિસ્સામાં 50 ટકા શેર રીટેઈલ અને 50 ટકા એચએનઆઈ રોકાણકારો માટે આરક્ષિત છે. માર્કેટ મેકર માટે કુલ ઈશ્યુના 5 ટકા શેર આરક્ષિત છે. ઈશ્યુ પૂર્વે કંપનીની પેઈડ-અપ કેપિટલ 18.18 કરોડ છે જે ઈશ્યુ બાદ વધીને 24.73 કરોડ થશે. ઈશ્યુ પૂર્વે ચોપડે રૂ.11.39 કરોડના રિઝર્વ ભંડોળ છે જે ઈશ્યુ બાદ વધીને ₹.38.96 કરોડ થશે. ઈશ્યુ પૂર્વે પ્રમોટર કંપનીમાં 85.55 હિસ્સો ધરાવે છે. ઈસ્યુ થકી મળેલા કુલ ભંડોળનો ઉપયોગ કંપની ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અને કંપનીના ટાયર – 1 મૂડી આધારને વધારવા અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે ખર્ચ કરશે. કંપનીના નાણાકીય રેશિયો જોવા મળી રહી છે અને સામે એનપીએમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચોખ્ખો નફો પાછલા વર્ષના 42.73 લાખથી વધીને 1.92 કરોડ થયેલ છે. કંપનીને ઈશ્યુ થકી મળેલા ભંડોળને પગલે મૂડી આધારમાં વધારો થશેજેને લીધે વધુ મોટી લોન બૂક વૃદ્ધિ અપેક્ષિત છે.
કંપની ન્યૂ એજ લોન સેવાઓ આપી રહી છે જે આવનારા સમયમાં મોટું ક્ષેત્ર જણાય છે. 2019 બાદ પ્રથમ વાર કોઈ NBFC કંપની એસએમઈ ઈશ્યુ લઈને આવી રહી છે. ઈશ્યુ વ્યાજબી વેલ્યુ પર જણાય છે. ઈશ્યુમાં રોકણ કરવું સલાહભર્યું જણાઇ રહ્યું છે. સારા ગેઇન્સ મળી રહે તેમ છે.