HomeGujaratANDHSHRADDHA : અંધશ્રદ્ધાની ઘટનાઓમાં થઈ રહ્યો છે વધારો

ANDHSHRADDHA : અંધશ્રદ્ધાની ઘટનાઓમાં થઈ રહ્યો છે વધારો

Date:

INDIA NEWS GUJARAT : અંધશ્રદ્ધાની ઘટનાઓમાં થઈ રહ્યો છે વધારો, શરીરના દુઃખાવામાં પીવડાવ્યું આકળાનું પાણી, મહિલા ખાઈ રહી છે જીવન મરણ વચ્ચે જોલા.

અંધશ્રધ્ધાએ લીધો મહિલાનો જીવ
અંધશ્રદ્ધાની ઘટનાઓ સતત સામે આવી રહી છે,,, અરવલ્લી જિલ્લામાં થોડા દિવસ અગાઉ, ડાકણ હોવાનો મહિલા પર વહેમ રાખી, બંદુકની ગોળી મારવામાં આવી હતી, જેને કારણે મહિલાનું મોત નિપજ્યું હતું.

મહિલાને પિવડાવ્યુ આકળાનું મુળિયાનું પાણી
હવે ફરી એકવાર મહિલાને સારવારને બદલે, ભુવા પાસે લઈ જતાં, મહિલાને આકળાના મુળિયાનું પાણી પીડવાનનો આક્ષેપ લાગ્યો છે, જેને કારણે મહિલા જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે.. મૂળ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં રહેતા પિંકિબહેન રાવળ ભુવાને કારણે અંધશ્રદ્ધાનો શિકાર બન્યા છે.

પરિવારજનોએ કહી પોતાની વ્યથા
પરિવારજનોનું કહેવું છે કે, મહિલાને શરીરે દુખાવો થતો હતો, જેને લઇને તેમને અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા, પીપરાણા ખાતે, એક ભુવાને ત્યાં લઈ ગયા હતા,, જ્યાં મહિલાને આકળાના મુળિયાનું પાણી પીવડાવ્યા હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો હતો,, આકડાના મૂળ પાણીમાં ભેળવીને પીવડાવ્યા બાદ મહિલાની તબિયત સતત કથળતા તેમને પહેલા લુણાવાડા અને ત્યારબાદ વડોદરા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા પરંતુ તબિયતમાં સુધારો ન થતા પરિવારજનો અંતે મહિલાને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા હતા. જ્યાં મહિલા હાલ તો જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. રાજ્યમાં એક બાદ એક અંધશ્રદ્ધા ના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવતા હોય છે.

ક્યાં સુધી બનતા રહીશું આપણે ભોગ
તમે પણ તમારા આસપાસના વિસ્તારોમાં આવા અનેક બનાવો બનતા સાંભળ્યા હશે, જોયા હશે. આજ સુધી કદાચ આપણે સૌ મૌન રહ્યા હોઈ શકીએ, પણ હજુ ક્યાં સુધી મૌન રહીશું? હવે અંધશ્રધ્ધા જેવા ગંભિર વિષય પર આપણે ચૂપ્પી તોડવી પડશે. આપણે જાગૃત છીએ તેટલું પૂરતુૂં નથી, આપણે આપણી આસપાસના તમામ લોકોને પણ આ બાબતે જાગૃત કરવામ પડશે.

આ પણ વાંચોઃ Why we celebrate Dussehra : શા માટે ઉજવવામાં આવે છે વિજયાદશમી, જાણો આ દિવસનું મહત્વ અને કથા

આ પણ વાંચોઃ Life Changing Tips : આ 5 ટેવ બદલશે તમારું જીવન! લોકો પણ પૂછશે તમારા સુખનું રહસ્ય

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories