HomeToday Gujarati Newsહિમાચલમાં દર્દનાક અકસ્માત! બસ ખીણમાં ખાબકતા 7ના મોત, 10ની હાલત ગંભીર

હિમાચલમાં દર્દનાક અકસ્માત! બસ ખીણમાં ખાબકતા 7ના મોત, 10ની હાલત ગંભીર

Date:

હિમાચલમાં દર્દનાક અકસ્માત! બસ ખીણમાં ખાબકતા 7ના મોત, 10ની હાલત ગંભીર-– accident-indianewsgujarat

હિમાચલના કુલ્લુમાંથી ચોંકાવનારા અને દુખદ અહેવાલ સામે આવ્યા છે. કુલ્લુમાં ગત રોજ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત નિપજ્યા અને 10 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અહેવાલ અનુસાર રવિવારે મધ્યરાત્રિએ એક બસ પર્વત પર ચઢતા સમયે અચાનક જ અનિયંત્રિત થઈ ગઈ અને જોત જોતામાં પલ્ટી મારી અને ખીણમાં ખાબકી હતી. આ બસમાં દિલ્હી સહિત અન્ય રાજ્યના પ્રવાસીઓ સવાર હતા.– accident-indianewsgujarat

Over 11,000 People Have Died in Road Accidents in Himachal in Past 10 Years | NewsClick

બસમાં ડ્રાઈવર સહિત 17 લોકો સવાર હતા. આ ગંભીર અકસ્માતમાં સાત લોકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 10 લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની સ્થિતિ અત્યંત ગંભીર છે, આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક તંત્રે ઘટના સ્થળ પર પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ ઘટના રાત્રિના સાડા આઠ વાગ્યાની આસપાસ થઈ હતી.– accident-indianewsgujarat

1,200 die annually in road accidents in Himachal Pradesh

કુલ્લુના ડેપ્યુટી કમિશનર આશુતોષ ગર્ગે જણાવ્યું કે આ દુર્ઘટનાનો અંતિમ અહેવાલ આવવાનો બાકી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીની માહિતી અનુસાર, રવિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે, 17 મુસાફરોને લઈને એક બસ પહાડી પર ચઢી રહી હતી. બસ લગભગ આખું ચઢાણ ચડી ચૂકી હતી કે અચાનક ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ પલટી મારવા લાગી. થોડી જ વારમાં બસ પલટી ગઈ અને સીધી ઉંડી ખીણમાં પડી. તેમણે કહ્યું કે માહિતી મળતાની સાથે જ રાહત ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી– accident-indianewsgujarat

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories