HomeToday Gujarati News502 grams of gold dust powder worth Rs 23.60 lakh stolen 6...

502 grams of gold dust powder worth Rs 23.60 lakh stolen 6 accused arrested : 23.60 લાખના 502 ગ્રામ સોનાના ડસ્ટ પાઉડરની ચોરી -India News Gujarat

Date:

surat માં 23.60 લાખના 502 ગ્રામ સોનાના ડસ્ટ પાઉડરની ચોરી -India News Gujarat

Surat શહેરના છેવાડે આવેલ ઇચ્છાપોરના જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં આવેલી સોનાના દાગીના બનાવતી કે.પી. સંઘવી જ્વેલર્સ પ્રા. લિ. નામની કંપનીની રિફાઇનિંગ લેબના ભૂતપૂર્વ કર્મચારીના ઇશારે રૂ. 23.60 લાખનો 502 ગ્રામ સોનાનો ડસ્ટ પાઉડર (gold dust powder) ચોરી કરનાર હાલના કર્મચારી અને સિક્યુરીટી ગાર્ડ સહિત આઠ વિરૂધ્ધ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી (Fraud) ની ફરીયાદ નોંધાય છે. પોલીસ (Police) આઠ પૈકી છની અટકાયત કરી છે.

સુરતના ઇચ્છાપોરના જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં આવેલી કે.પી. સંઘવી જ્વેલર્સ પ્રા. લિ. નામની સોનાના દાગીના બનાવતી કંપનીના અલગ-અલગ ડિપાર્ટમેન્માં મશીન ઉપર દાગીના બનાવતી વખતે એકઠો થતો સોનાનો ડસ્ટ પાઉડરgold dust powder કંપનીની રિફાઇનીંગ લેબમાં પ્રોસેસ કરી તેમાંથી પુનઃ સોનું મેળવવામાં આવે છે. પરંતુ છેલ્લા છ મહિનાના સમયગાળામાં રિફાઇનીંગ લેબમાં પ્રોસેસ થતા પાઉડરમાંથી એકત્રીત થતા સોનાનું ટકાવારીમાં ઘટ જણાતા કંપની માલિક શૈલેષ પુનમચંદ રાઠોડ અને એચઆર મેનેજર પ્રિતેશ ચંપક પટેલ એ તપાસ કરી હતી.

રૂ. 23.60 લાખની ચોરી કર્યાની કબૂલાત કરી

તપાસ અંતર્ગત રિફાઇનિંગ લેબના પ્રકાશ જગદંબા પ્રસાદ અને રાજમણી રામસહાય પટેલ ઉપર શંકા જતા તેમને રહેવા માટે ફાળવવામાં આવેલી ઇચ્છાપોરના સાયણ ટેક્સટાઇલ પાર્કના વેલપાર્કની રૂમમાં સરપ્રાઇઝ ચેંકીગ કર્યુ હતું.જેમાં 50 ગ્રામ સોનાનો ડસ્ટ પાઉડર મળી આવતા શ્રીપ્રકાશે ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને ઝડપી પાડી પૂછપરછ કરતા રિફાઇનીંગ લેબના ભૂતપૂર્વ કર્મચારી ચંદનકુમાર સિંધુકુમાર મિશ્રાના કહેવાથી રાજમણી પટેલ, વિનોદર રાજકરણ બિંદ, સુનીલકુમાર આનકાપ્રસાદ મિશ્રા સાથે મળી ડસ્ટ પાઉડરની ચોરી કરી સિક્યુરીટી ગાર્ડ રાજુસીંગ નન્કુસીંગ સિકરવાર ની સાંઠગાંઠમાં ડસ્ટ પાઉડર ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. આ રીતે વીતેલા એક મહિનામાં 502 ગ્રામ gold dust powder સોનાનો ડસ્ટ પાઉડર કિંમત રૂ. 23.60 લાખની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

રિફાઇનીંગ લેબમાંથી સોનાનો ડસ્ટ પાઉડર ચોરી કરનાર શ્રીપ્રકાશ જગદંબા પ્રસાદની પૂછપરછમાં માસ્ટર માઇન્ડ ચંદનકુમાર સિધુંકુમાર મિશ્રા હોવાની કબૂલાત કરી છે. ચંદનકુમાર સાથે તેઓ કંપનીની બહાર મિટીંગ કરી ડસ્ટ પાઉડર ચોરીનો પ્લાનીંગ કરતા હતા. કંપનીમાંથી ડસ્ટ પાઉડર ચોરી કર્યા બાદ મુંબઇના વેપારી અને તેની પત્નીને મોબાઇલ પર સંર્પક કરી સસ્તામાં તેઓને વેચી દેતા હતા અને જે રૂપિયા મળતા હતા તે સરખે હિસ્સે વહેંચણી કરતા હતા.

તમે આ પણ વાંચી શકો છો: Rs 1.19 Fraud કરનાર Couple ઝડપાયુ

તમે આ પણ વાંચી શકો છો: Hey Umang-અગત્યના કામ સરળતાથી નિપટાવી શકાશે

 

SHARE

Related stories

Latest stories