દિવાળી તહેવાર ભારતની સમૃદ્ધ સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ છે. આ તહેવારનો આગમન જેમજેમ નજીક આવે છે, લોકોને ઉત્સાહ અને આનંદમાં વધારે ઉમંગ અનુભવાય છે. ઘરે લાઈટ્સ, રંગોળીઓ અને ધૂમધામથી સજાવટ કરવી, આ તહેવારની ખાસ વાત છે. ફટાકડા પણ દિવાળીના તહેવારમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
નાનાં અને મોટા, રંગબેરંગી અને રણકુંચર, વિવિધ પ્રકારના ફટાકડા દ્વારા લોકો આનંદ મનાવે છે. જોકે, ફટાકડા પ્રદૂષણ અને કુદરતી વાતાવરણ પર અસર લાવે છે, તેથી વધુ લોકો આ વર્ષે મીઠાઈઓ અને સજાવટોમાં મસ્તી કરવા વધુ ધ્યાન આપી રહ્યા છે. દિવાળીની ઉજવણી માત્ર એક તહેવાર નથી, પરંતુ એક સંસ્કૃતિ, એક પરંપરા છે, જે પરિવારોને એકત્રિત કરે છે અને દયાળુતા અને આનંદના સંદેશાને વહન કરે છે.
Raghavji Patel :કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે માવઠાના લીધે અસરગ્રસ્ત થયેલ વિવિધ ગામોની મુલાકાતે
દિવાળીનો તહેવાર હવે ખૂબ જ નજીક આવી રહ્યો છે ત્યારે તમામ દેશવાસીઓ દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે ખાસ કરીને દિવાળીના તહેવારમાં બાળકો હોય યુવાનો હોય કે વડીલો હોય તમામ લોકો માં દર વર્ષે અલગ અલગ પ્રકારના ફટાકડાઓ નો ક્રેઝ જોવા મળતો હોય છે ત્યારે આ વર્ષે ફટાકડામાં કેવું નવું વેરીએશન આવેલું છે તે જોવા માટે ઇન્ડિયા ન્યુઝ ગુજરાતની ટીમ અમદાવાદના વસ્ત્રાલ પાસે આવેલ વાંચ ગામ કે જ્યાંથી લગભગ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યા ઉપર ફટાકડાઓ સપ્લાય કરવામાં આવે છે ત્યાં જઈ ઇન્ડિયા ન્યુઝ ગુજરાત ની ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો
જેમાં એક જગ્યાએ ફટાકડાના કારખાના ના સંચાલકે જણાવ્યું કે ફટાકડાઓમાં દર વર્ષે લગભગ 200 થી અઢીસો નવી આઈટમો જોવા મળતી હોય છે આ વર્શે લગભગ 285 જેટલી નવી આઈટમો આવી છે જેને લઈને ગ્રાહકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહે છે જોકે હજી પણ જૂના ફટાકડાઓ જેમકે મિર્ચી બોમ્બ,સુતરી બોમ,555 બોમ્બ તેમજ કોઠી અને ચકરડી જેવા ફટાકડાઓનો ક્રેઝ હજુ પણ યથાવત જોવા મળી રહે છે પરંતુ તેની સાથે સાથે લોકો નવા આવેલા ફટાકડાઓની પણ એટલા જ ઉત્સાહથી ખરીદી કરે છે.