HomeGujaratમુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી વિધાનસભામાં મોટી જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી વિધાનસભામાં મોટી જાહેરાત

Date:

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં મોટી જાહેરાત કરી. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કોચિંગ સેન્ટર શરૂ થશે. ચાર મહાનગરમાં JEE/NEETના કોચિંગ સેન્ટર શરૂ કરશે. અને આ યોજનામાં ગરીબ વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપરાંત આવા કોચિંગ ક્લાસમાં અભ્યાસક્રમ મુજબ તાલીમ આપીને રાજ્ય સરકાર પરીક્ષા લેશે. રાજ્યમાં ગુજરાતના વિદ્યાર્થીઓ IIT, IIM, JEE અને NEET જેવી પરીક્ષામાં સારો દેખાવ કરીને ઉચ્ચ કારકિર્દી ઘડી શકે તે માટે રાજ્યના મુખ્ય ચાર શહેરોમાં સરકાર દ્વારા કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, IIT, IIM, JEE અને NEET જેવી રાષ્ટ્રય સ્તરની પરીક્ષાઓમાં રાજ્યના વિદ્યાર્થીઓ બેસી શકે અને ઉચ્ચ કારકિર્દી ઘડી શકે એ માટે સૌપ્રથમવાર રાજ્યના અંદાજપત્રમાં જોગવાઈ કરીને આવા કોચિંગ ક્લાસ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સૂક્ષ્મ પદ્ધતિથી ખેતીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સઘન પ્રયાસો હાથ ધરાશે

 

 

મુખ્યમંત્રીએ વિધાનસભામાં કરી જાહેરાત

 

ગુજરાતનો ક્વોટા જળવાઈ રહે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોચિંગના પ્રશ્નમાં સહભાગી થતાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે IIT, IIM, JEE અને NEET જેવી રાષ્ટ્રય સ્તરની પરીક્ષાઓમાં રાજ્યના વિદ્યાર્થીઓ બેસી શકે અને ઉચ્ચ કારકિર્દી ઘડી શકે એ માટે સૌપ્રથમવાર રાજ્યના અંદાજપત્રમાં જોગવાઈ કરીને આવા કોચિંગ ક્લાસ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલીમ મેળવીને ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાના ક્વૉટામાં પ્રવેશ મેળવી શકશે. આવા કોચિંગ ક્લાસમાં અભ્યાસક્રમ મુજબ તાલીમ આપીને રાજ્ય સરકાર પરીક્ષા લેશે. અને ત્યારબાદ તેના આધારે તેઓ આવી પરીક્ષામાં બેસશે અને ગુજરાતનો ક્વૉટા જળવાય એવા પ્રયાસો રાજ્ય સરકાર કરશે. આ યોજનામાં ગરીબ વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

 

 

 

 

 

SHARE

Related stories

Latest stories