HomeGujaratકોરોનાના કારણે હોળીનો રંગ ફિક્કો પડ્યો, રાજ્ય સરકારે લીધો નિર્ણય

કોરોનાના કારણે હોળીનો રંગ ફિક્કો પડ્યો, રાજ્ય સરકારે લીધો નિર્ણય

Date:

હોળી પ્રગટાવવા મંજૂરી આપી, ધૂળેટીએ એકબીજા પર રંગો છાંટવા પર પ્રતિબંધ

રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તો રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં નિર્ણય લીધો.  હોળીની ધાર્મિક વિધિની ઉજવણી માટે છૂટ આપવામાં છે. કોરોનાના વધતાં સંક્રમણને કારણે રાજ્યમાં સરકારે મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવા મંજૂરી આપી છે. ધૂળેટીએ એકબીજા પર રંગો છાંટી શકાશે નહીં. 

મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવા મંજૂરી અપાઈ
કોર કમિટીની મિટિંગમાં હોળીની ધાર્મિક વિધિની છૂટ આપવામાં આવી

 

  •  મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય
  • હોળી ધુળેટીમાં હોળી પ્રગટાવવા માટે મંજૂરી અપાઈ
  • કોઈને રંગ નહી લગાડી શકાય
  • માત્ર ધાર્મિક વિધિ કરી શકાશે
  • હોળી રમવાની પરવાનગી આપવામાં આવતી નથી : નીતિન પટેલ

 

રાજ્ય સરકારે હોળી પ્રગટાવવાની મંજૂરી આપી,પરંતુ ધૂળેટી નહીં રમી શકાય

 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હોળીની પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે. પરંતુ જાહેર કે નાનાં-મોટાં રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત રાજ્યમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સાથેની કોર કમિટીની મીટિંગમાં નિર્ણય કરાયો હતો. ધાર્મિક ઉજવણીના હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે. એટલે કોઈ પણ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે.

 

 

 

SHARE

Related stories

Latest stories