Young Man’s Comittment To Charity : ફૂટપાટ પર જીવન ગુજારતા શ્રમજીવીના બાળકોને શિક્ષા દાન. નોકરી કરીને આવકના પૈસે બાળકોની શિક્ષા ભૂખ સંતોષવાનો પ્રયાસ.
આજે સૌથી ઉત્તમ ગણાતું એવું શિક્ષાનું દાન સુરત શહેરમાં અપાય
સુરતની ભૂમિ એ દાનવીર કર્ણની ભૂમિ કહેવાય છે ત્યારે સુરતમાં ધનનું દાન હોય, અન્ન દાન હોય કે ગમે તે પ્રકારનું દાન હોય સુરત હંમેશા આગળ રહેતું હોય છે. ત્યારે આજે સૌથી ઉત્તમ ગણાતું એવું શિક્ષાનું દાનએ પણ સુરત શહેરમાં અપાય છે. શિક્ષા દાનનું ભગીરથ કાર્ય કરતાં એક સામન્ય વ્યક્તિનો સેવા યજ્ઞ વિષે જોઈએ અમારો ખાસ અહેવાલ..
Young Man’s Comittment To Charity : કેટલાક સામાજિક સંગઠનો પણ તેમની વારે આવ્યા
આપને જણાવી દઈએ કે હીરાના કારખાનામાં નોકરી કરી અને પોતાના પરિવારથી પણ વધુ સમય ફૂટપાથ પર રહેતા પરિવારના બાળકોને આપી રહ્યો છે સાહિલ ગઢીયા.. આ યુવક સાહિલ ગઢીયા કે જેણે ફક્ત ધોરણ 12 સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ તેના દ્વારા છેલ્લા આઠ મહિનાથી ફૂટપાટ પર રહેતા પરિવારના બાળકોને ભણાવવાનું બીડું ઉપાડ્યું છે આખા દિવસ દરમિયાન હીરાનાં કારખાનામાં નોકરી કરી અને તેમાંથી બચતો સમય આ યુવક આ ગરીબ બાળકોને ભણાવવામાં આવી રહ્યો છે આનું આ ઉત્તમ કાર્ય જોઈ કેટલાક સામાજિક સંગઠનો પણ તેમની વારે આવ્યા છે આવનારા સમયમાં ઈન્ડિયાને ગુજરાત તરફથી તેને એવું આવાહન કર્યું છે કે આપના વિસ્તારમાં સાડા પાંચ વર્ષે સુધીના જે બાળકો છે કે જે અનાથ હોય તેમના માટેનો સંપૂર્ણ ખર્ચ સાહિલ ગઢીયા દ્વારા ઉપાડવામાં આવશે તો જે કોઈ પણ આવા બાળકો હોય તેની માહિતી સાહિલ ગઢીયાને મળશે તો તેઓ તે બાળકો માટે પ્રયત્નો હાથ ધરશે.
તમે આ પણ વાંચી સકો છો :
Organ Donation: 28 વર્ષિય બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી પાંચનું જીવન પ્રકાશમય બનશે
તમે આ પણ વાંચી સકો છો :
Fishermen Clan: ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી સ્થળે વિરોધ પ્રદશન, સમાજને ન્યાય મળે માટે કરી રજુઆત