અટલજીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સુરતમાં ભવ્ય યોગ રેલી યોજાઇ
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના માનમાં અંગદાન (આંગદાન મહાદાન) વિશે જાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઓમેગા JMX હોસ્પિટલ, સિટી લાઈટ, સુરતમાં ભવ્ય યોગ રેલી યોજાઇ હતી.
આ રેલીમાં કુલ ૨૫૦૦થી વધુ લોકો ઉમટ્યા હતા. આ ઉપરાંત, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સુરત ટીમના ૭૦૦થી વધુ સાધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરાંત યોગ બોર્ડના કોચ, ટ્રેઈનરો અને હાજર રહી યોગના પ્રસાર અને સ્વસ્થ જીવનશૈલી માટે જાગૃતિ ફેલાવવાના સંદેશ સાથે આ મહારેલીનું માર્ગદર્શન આપ્યું હતું.
આ મહારેલીમાં અંગદાન મહાદાનના સંચાલક દિલીપ દેશમુખજી, કોર્પોરેટર રશ્મિ સાહુજી, અગ્રણી અનિલ મોરડીયા, મહાનગરપાલિકાના કોર્ડીનેટર ડો. પારુલ પટેલ, તાલુકા કોર્ડીનેટર સુરેશ ચૌહાણ, અને યોગ ક્લાસ ઇન્સ્પેક્ટર નવનીતભાઈ શેલડીયાની સહિત JMX હોસ્પિટલની ટીમ જોડાય હતી.