World Hypertension Day 2022: હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા અપનાવો આ પ્રકારનો ખોરાક-India News Gujarat
- World Hypertension Day 2022: આજના દિવસની ઉજવણી (World Hypertension Day) તરીકે કરવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ કે હાઇપર ટેન્શનને કાબૂમાં રાખવા શું પગલાં લેવા જોઈએ.
- તેમજ આહારમાં (Diet)કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
- World Hypertension Day ની ઉજણી લોકોમાં વધતા લોહીના ઉંચા દબાણ (High BP)ને નિયંત્રિત કરવા તેમજ સ્વસ્થ જીવનશૈલી વિકસાવવા માટે કરવામાં આવે છે.
- આજે વિશ્વમાં મોટા ભાગના યુવાનો હાઇ બીપી તેમજ ઉચ્ચ માનસિક તણાવનો (Mental Stress)શિકાર બનેલા છે અને તેના પરિણામે હાઇ બીપી, હાર્ટના રોગો તેમજ રાઇપ ટુ ડાયાબિટીસ , અપૂરતી ઉંધ, જેવી ઘણી સમસ્યાઓ પણ થઈ રહી છે.
- હાઇપર ટેન્શનને કાબૂમાં રાખવા માટે ખાનપાનમાં યોગ્ય વસ્તુઓનો ઉપયોગ ઘણો જરૂરી બની જાય છે.
- વિશ્વ હાઇપર ટેન્શન ડેની ઉજવણી The World Hypertension League (WHL) દ્વારા વર્ષ 2005-06ના વર્ષથી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી એટલા માટે થાય છે કે વધુમાં વધુ લોકોને હાઇપર ટેન્શન અંગે જાગૃત થાય.
- આજે યુવાનો સહિત સ્ત્રીઓ પણ આ બીમારીથી પીડાય છે તેવામાં ગર્ભાવસ્થાના સમયમાં સ્ત્રીઓએ હાઇપર ટેન્શન સામે ખૂબ કાળજી લેવી જોઈએ. આજના દિવસની ઉજવણી (World Hypertension Day) તરીકે કરવામાં આવે છે.
- વર્ષ 2005-6 માં હાઈપર ટેન્શન લીગનો આ દિવસ ઉજવવાનો હેતું વિશ્વના લોકો માં વધતા લોહીના ઉંચા દબાણને કાબૂમાં રાખી તેની ઘાતક અસરો નિવારવાનો છે.
- ત્યારે ચાલો જાણીએ કે હાઇપર ટેન્શનને કાબૂમાં રાખવા શું પગલાં લેવા જોઈએ. તેમજ આહારમાં (Diet)કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
- હાઇપર ટેન્શનનું કારણ ઉંચુ બ્લડ પ્રેશર હોય. તો તેના માટે હેલ્ધી ડાયટ જરૂરી છે. માટે આહારમાં વધારે પડતા મીઠાનો ઉપયોગ ટાળવો જોઈએ. સાથે જ વધારે પડતા દારૂનું સેવન પણ આ સમસ્યાનો શિકાર બનાવી શકે છે માટે તેનું સેવન ન કરવું.
World Hypertension Day 2022:આ પ્રકારનો ખોરાક ખાવા
સ્ટ્રોબેરી
- સ્ટ્રોબેરી જિ સિઝનમાં મળતી હોય તે સિઝનમાં તેનું પૂરતા પ્રમાણમાં સેવન કરવું. તેમાં એંથોસાયનિન નામનું એન્ટિઓકિસડન્ટ તત્વ હોય છે. તે હાઇ બ્લડ પ્રેશર અને હાઇફર ટેન્શનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. સાથે જ સ્ટ્રોબેરીમાં પોટેશિયમ, વિટામિન સી તથઆ ઓમેગા-3 હોય છે . તમે સ્ટ્રોબેરીને ફળ તરીકે તેમજ મિલ્સશેક, સ્મૂધી અને સલાડ તરીકે સેવન કરી શકો છો.
કેળા
- કેળા બારેમાસ મળતું ફળ છે તેમાં પોટેશિયમ, ફાઇબર તથા મેગ્નેશિયમ હોય છે જે હાઇ બ્લ઼ડ પ્રેશર તથા હાઇપર ટેન્શનને કંટ્રોલમાં રાખે છે. સાથે જ તમારા પાચનતંત્રને પણ તંદુરસ્ત રાખે છે. કેળા ખાવાથી તમે લાંબા સમય સુધી ભેરલા પેટનો અનુભવ કરી શકો છો.
કેરી
- અત્યારની સિઝન કેરીની છે અને તમે હાઇપર ટેન્શનને દૂર રાખવા કેરીનો ભરપૂર ઉપયોગ કરી શકો છો. કેરી આમ પણ સૌનું મનગમતુ ફળ છે એટલે ઉનાળામાં તમે વિવિધ રીતે કેરીનો ઉપયોગ કરી શકોછો. કેરીમાંફાઇબરની સાથે સાથે બીટા કેરોટીન અને પોટેશિયમ હોય છે.
દહી
- દહીમાં પોટેશિયમ તથા કેલ્શિયમ પુષ્કળ માત્રામાં હોય છે તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે વળી દહીમાં હેલ્ધી બેકટેરિયા હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. ગરમીની સિઝનમાં તમે દહીની છાશ, લસ્સી તેમજ રાયતું બનાવીને ઉપયોગમાં લઈ શકો છો.
સ્વસ્થ જીવનશૈલી
- હાઇપર ટેન્શનને દૂર રાખવા માટે તમે હેલ્ધી ખાણીપીણી અપનાવવાની સાથેસાથે યોગ ધ્યાનનો અભ્યાલ ,સારું વાંચન જેવી આદતો વિકસાવશો તો પણ વધારે ફાયદો થશે.
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
તમે પણ આ વાંચી શકો છો –
Health Tip :Raisin Water-આરોગ્ય માટે વરદાન છે આ પાણી
તમે પણ આ વાંચી શકો છો
Health Tip: સાવધાન Ginger નું વધુ પડતું સેવન થઈ શકે છે આ સમસ્યા