HomeGujaratWorld Asthma Day- 2021 સુધી દુનિયાના 15 કરોડ લોકો અસ્થમાના શિકાર-India News...

World Asthma Day- 2021 સુધી દુનિયાના 15 કરોડ લોકો અસ્થમાના શિકાર-India News Gujarat

Date:

ભારતમાં 2 કરોડથી પણ વધુ લોકો અસ્થમાના શિકાર

World Asthma Day :  વિશ્વભરમાં વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે મે મહિનાના પહેલા મંગળવારને વિશ્વ અસ્થમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અસ્થમા સંબંધિત સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા અને તેમને આ રોગથી જાણકાર કરવા માટે આ દિવસને વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.અસ્થમા એ એક એવો રોગ છે જે ફેફસાં પર હુમલો કરીને શ્વાસને અસર કરે છે. આવી સ્થિતિમાં, આ દિવસનો હેતુ અસ્થમાના દર્દીઓને મદદ કરવાનો પણ છે.

  • દુનિયામાં 15 કરોડ લોકો અસ્થમાના શિકાર છે.
  • અસ્થમાના કારણે દર વર્ષે 1,80,000 લોકોના મોત થાય છે.
  • ભારતમાં 2 કરોડથી પણ વધુ લોકો અસ્થમાના શિકાર છે.
  • કુલ દર્દીઓની સંખ્યા 50 % શ્વાસથી જોડાયેલી બીમારીઓથી પીડીત છે.

સુરતના જાણીતા અને ચેસ્ટ સ્પેશ્યાલીસ્ટ ડો.સમીર ગામી જણાવે છે કે અસ્થમા વિવિધ જનીનિક અને પર્યાવરણીય પરિબળોના સંયોગના લીધે થાય છે. અસ્થમા થવા પાછળ પર્યાવરણીય પરિબળોમાં વાયુ પ્રદુષણની અસર કે એલર્જી કરતા તત્વોનો સમાવેશ કરી શકાય.અસ્થમા એ એક લાંબા સમય સુધી રહેતી બિમારી છે. પણ જો તેની યોગ્ય સારવાર અને કાળજી રાખવામાં આવે તો તે નિયંત્રિત કરી શકાય છે. અસ્થમાનાં મુખ્ય કારણોમાં, વાયુ પ્રદૂષણને લઈને એર પાર્ટિકુલેટ મેટર્સ, ધુમ્રપાન અને બાળપણમાં યોગ્ય સારવારના અભાવે મોટા ભાગે અસ્થમાની બિમારીનાં મુખ્ય કારણ હોય છે.

અસ્થમાના લક્ષણો

1. શ્વાસ ચડવો.
2. શ્વાસ લેવામાં તકલીફ.
3. હાંફી જવું.
4. વધુ પડતી ઉધરસ.
5. અતિશય થાકનો અનુભવ કરવો.
6. ધુમ્મસ અથવા ધુમાડાથી એલર્જી થવી.

અસ્થમાના કારણો

1. ધુમાડાના કારણે
2. ધુમ્મસના સંપર્કમાંથી
3. ફાસ્ટ ફાસ્ટ વોકિંગને કારણે
4. ધૂળ અને માટીના રજકણોના કારણે
5. ઋતુના પરિવર્તન દરમિયાન.
6. શ્વસનમાર્ગોમાં ચેપ લાગવાને કારણો

દેશભરમાં અસ્થમા સામાન્ય રોગ બની ગયો છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વર્ગ તેનો શિકાર બની રહ્યો છે. તેનાથી પીડિત લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. જેના કારણે ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો જેવી અનેક સમસ્યાઓ થવા લાગે છે. તબીબી સારવાર દરમિયાન ઇન્હેલરનો ઉપયોગ કરવામાં આવે છે:-ડો. સમીર ગામી.-India News Gujarat

5 થી 10 વર્ષના 10 થી 15% બાળકો અસ્થમાના સિકાર બની રહ્યાં છે

WHO ના એક રિપોર્ટ મુજબ ભારતમાં 1.5-2.0 કરોડથી વધુ લોકો સ્વાસ સાથે જોડાયેલી બીમારીઓથી ઝુઝી રહ્યાં છે. દેશમાં 25 % આબાદી કોઇના કોઇ એલર્જીથી પ્રભાવીત છે, જેમાંથી 5% લોકો અસ્થમાના શિકાર થઇ જાય છે.ભારતમાં 5 થી 10 વર્ષના 10 થી 15% બાળકો અસ્થમાના સિકાર બની રહ્યાં છે.-India News Gujarat

ઘણા ફળો અને શાકભાજી અસ્થમાના લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે

કેપ્સીકમ

કેપ્સીકમ એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન-સી અને ફાયટોન્યુટ્રીએન્ટ્સના ગુણોથી ભરપૂર છે. જે તમારા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

દાડમ

દાડમ તેમાં ફાઈબર, વિટામિન-સી, વિટામિન-કે અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે કોષોને થતા નુકસાનને રોકવામાં મદદ કરે છે.

આદુ

આદુમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે તણાવને રોકવા અને શરીરના ડીએનએને થતા નુકસાનને રોકવામાં મદદરૂપ સાબિત થાય છે. તે બ્લડ પ્રેશર, હૃદય રોગ અને ફેફસાના રોગ જેવી અનેક બીમારીઓ સામે લડવામાં પણ ફાયદાકારક છે.

 

તમે પણ આ વાંચી શકો છો : 1 KG Onion : ક્ષારવાળી જમીનમાં ઓલપાડના ખેડૂતે જમ્બો કાંદા ઉગાડી બતાવ્યા

તમે પણ આ વાંચી શકો છો : Akshaya Tritiya 2022 ના શુભ અવસર પર પ્રિયજનોને શુભેચ્છાઓ મોકલો

SHARE

Related stories

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories