Women’s Day 2023:વિશ્વ મહિલા દિનના ભાગરૂપે શ્રમજીવી મહિલાઓનું મહિલા સંસ્થાઓ દ્વારા સન્માન-India News Gujarat
Women’s Day 2023: અનીસ અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા દ્વારા વનિતા વિશ્રામ યુનિવર્સિટી મહિલા સેલ અને ભારત વિકાસ પરિષદ સુરત મુખ્ય મહિલા વિંગનાં સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ મહિલા દિવસ’ ૨૦૨૩ની અનોખી રીતે ઉજવણી કરી હતી.
અનીસ સંસ્થાના મુખ્યા ગીતા શ્રોફે જણાવ્યું હતું કે,ગામમાં ખેતીના ઓછા કામને કારણે ઘણી મહિલાઓ પોતાના પરિવાર સાથે થોડા સમય માટે શહેરમાં આવે છે.
તેઓ રસ્તા પર જ પોતાનું કાચું મકાન બનાવીને રહે છે.
દિવસ દરમિયાન પતિ સાથે છૂટક મજૂરી અને બાળકની સંભાળ રાખવાની સાથે રાત્રે ખવાનું બનાવીને પોતાના પરિવારનું પેટ પણ ભરે છે અને વરસાદની ઋતુમાં પોતાના ગામડે જઈને ખેતીકામ પણ કરે છે.
નિ:સ્વાર્થ ભાવે લાગણીપૂર્વક કરેલી સેવામાં
અવારનવાર આ મહિલાઓને જોઈને મને વિચાર આવતો કે આ મહિલાઓ તેમના કામ માટે ક્યારેય કોઈ ઈનામ કે કદર મળી હશે?
પતિ અને પરિવાર સાથે ખભે ખભા મિલાવીને તમામ જવાબદારીઓ નિભાવતી આવી મહિલાઓ નવી પેઢી માટે ઉદાહરણરૂપ છે કે “જો આપણે આપણા પરિવાર માટે પ્રેમથી કંઈક કરીએ તો તે શોષણ નથી પરંતુ નિ:સ્વાર્થ ભાવે લાગણીપૂર્વક કરેલી સેવામાં જ સાચું સુખ સમાયેલું છે.” જે સ્ત્રી પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારી પ્રેમ અને સમજણથી પૂરી કરે છે, તે સ્ત્રી પરિવાર અને સમાજને મજબૂત બનાવે છે.
આવી મહિલાઓના વાસ્તવિક જીવનને આજની યુવા પેઢી સામે રાખીને તેઓ સોશિયલ મીડિયામાં દેખાતી કાલ્પનિક દુનિયામાંથી બહાર આવશે.આથી જ ત્રણેય સંસ્થાઓએ મળીને રોડ પર ઘર બનાવનાર મહિલાઓને વુમન્સ અંતર્ગત સાડીઓ આપીને સન્માન કર્યું હતું.
નાની ઉંમરમાં પોતાના કાર્યથી સમાજને ગૌરવ અપાવ્યું છે
આ અવસરે ભારત વિકાસ પરિષદ, સુરતનાં મુખ્ય મહિલા સંયોજકશ્રી રંજના પટેલે જણાવ્યું હતું કે, અદિતિ અને અનુજા સિસ્ટર્સ (એવરેસ્ટ સમિટ), ધ્રુવી જસાણી (નાસા), લતા પટેલ (જૈવિક ખેડુત), ભાવિકા મહેશ્વરી (વાર્તાકાર), અવની આવા ઝાંઝુકિયા (રબ્બર ગર્લ), મૈત્રી પટેલ (પાયલોટ) જેવી સમાજની દિકરીઓ કે જેમણે નાની ઉંમરમાં પોતાના કાર્યથી સમાજને ગૌરવ અપાવ્યું છે, તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ 10 માર્ચના રોજ સવારે 10 કલાકે વનિતા વિશ્રામના શિવ ગૌરી હોલમાં રાખવામાં આવ્યો છે.
વનિતા વિશ્રામ કોલેજના ૪૦૦ વિદ્યાર્થીઓ લાભાર્થી બનશે.
વનિતા વિશ્રામ મહિલા સેલના પ્રમુખ પ્રો.વિનિતા મોઢે, મહિલા સશક્તિકરણ વક્તા ડૉ. વંદના શર્મા “દિયા” (લેખિકા, પર્યાવરણવિદ, સંશોધન વૈજ્ઞાનિક-દિલ્હી) અને કેપ્ટન મીરા દવે (વેટરન ઈન્ડિયન આર્મી) વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
A.N.S. યુવાના વૈભવ પરીખે “રેટ્રો વિ મેટ્રો” સ્કીટ તૈયાર કરી હતી. જે વર્ષ ૧૯૬૦-’૭૦-’૮૦-’૯૦ અને ૨૦૦૦ની મહિલાઓ ડો.આભા ગોયાણી, ડો.શિવ શર્મા, કેતકી પુથવાલા, હર્ષા સોલંકી, રંજન પટેલ, સોનલ માકડિયા દ્વારા ચિત્રિત કરવામાં આવશે. વનિતા વિશ્રામ કોલેજના ૪૦૦ વિદ્યાર્થીઓ લાભાર્થી બનશે.
આ કાર્યક્રમમાં વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, ડો. અભિલાષા અગ્રવાલ, પ્રો. સેની, રૂપિન પચ્ચીગર, પ્રતિભા સોની, નીના દેસાઈ, ધર્મિષ્ઠા તાહિલ રામાણી, નિશા તલાટી, નિયતિ વિજ, જી.ડી.ગોએન્કા સ્કૂલ, ઈન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે સહકાર આપ્યો હતો.
તમે આ વાંચી શકો છો-
Women’s Day 2023 : લોનના નાણાં પરત કરવામાં પુરુષો કરતા મહિલાઓ વધુ ઈમાનદાર
તમે આ વાંચી શકો છો-