મહિલાએ ધારાસભ્યને કહ્યુ કે દારૂ પીને છેડતીઓ થાય છે, દુષ્કર્મીઓનું એન્કાઉન્ટર કરો – India News Gujarat
surat માં પુણા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકીની અપહરણ બાદ હત્યાની ઘટના ગઈકાલે બની હતી. ત્યારે આજે સ્થળની મુલાકાત લેવા ગયેલા ભાજપના ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયાનો મહિલાએ ઉઘડો લીધો હતો મહિલાએ કહ્યું કે, આવા લોકોને જેલમાં નાખવાના બદલે સીધા એન્કાઉન્ટર કરો.અહીં દારૂ પીને અમારી છેડતી કરવામાં આવે છે. બહેન દીકરીઓ સુરક્ષિત નથી.તેવા સવાલો ઉઠાવ્યા હતા.
કેમ surat માં માસૂમ બાળકીઓ નથી સુરક્ષિત- લોકોનો આક્રોશ – India News Gujarat
surat ના પુણાગામ વિસ્તારમાં ભૈયા નગર ખાતે ગઈકાલે પાંચ વર્ષની માસૂમ દીકરીનું અપહરણ કરી હત્યા કરી નાંખી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. ત્યારે કામરેજ વિધાનસભાનાં ધારાસભ્ય ઘટના બાદ સ્થળ પર તે દરમિયાન લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. વી. ડી ઝાલાવાડીયા ને સ્થાનિક લોકોએ રીતસરનો ઉધડો લઇ લીઘો હતા.
સ્થિતિ પારખી જતાં ધારાસભ્ય એ સ્થળ પરથી નીકળી છુટ્યા– India News Gujarat
મહિલાઓએ સીધો એકજ સવાલ ધારાસભ્યને પૂછ્યો કે અહીં મહિલાઓ સુરક્ષિત કેમ નથી. સતત તેમની છેડતી થાય છે. લોકો દારૂ પીને આ રસ્તે આવે છે અને મહિલાઓના ગાલને સ્પર્શ કરીને છેડતી કરે છે.ધારાસભ્ય વિધિ ઝાલાવાડીયા ને મહિલાએ સ્પષ્ટ કહ્યું કે આવા લોકોને જેલમાં ધકેલીને તમે તમારી ફરજ પુરી કરી દો છો. પરંતુ ખરેખર આવા માનસિકતાના લોકોના સીધા એન્કાઉન્ટર કરવા જોઈએ. શહેરમાં છેડતીની ઘટનાને કેમ રોકવામાં આવતી નથી. ધારાસભ્યની ચારે તરફલોક ટોળાએ પ્રશ્નો પૂછવાના શરૂ કરી દીધા હતા. ધારાસભ્ય સ્થિતિ પારખી જતાં ત્યાંથી ઝડપથી નીકળવાનું મુનાસીબ માન્યું હતું.
તમે આ વાંચી શકો છો: Celebration of the birth anniversary of Lord Mahavir Swami : ભગવાન મહાવીર સ્વામી જન્મ જયંતિની જૈન બંધુઓએ લાડુ વિતરણ કરી ઉજવણી કરી
તમે આ વાંચી શકો છો: Will start english medium school in all zones of surat : સુરતના તમામ ઝોનમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાશે