HomeGujaratWill start english medium school in all zones of surat : સુરતના...

Will start english medium school in all zones of surat : સુરતના તમામ ઝોનમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાશે – India News Gujarat

Date:

surat ના પ્રત્યેક ઝોનમાં  અંગ્રેજી (English ) માધ્યમની શાળા  શરૂ કરવામાં આવશે.– India News Gujarat

surat નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સુરત શહેરનાં પ્રત્યેક ઝોનમાં વધારાની અંગ્રેજી (English ) માધ્યમની શાળા  શરૂ કરવામાં આવશે. શિક્ષણ સમિતિની મળેલી સામાન્ય સભામાં english medium અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની સામે શિક્ષકોની ઘટનો મુદો ચર્ચા સ્થાને રહ્યો હતો.

સમિતિ દ્વારા પ્રત્યેક ઝોનમાં એક-એક અંગ્રેજી માધ્યમ english mediumની શાળા બનાવવાનું આયોજન કરાયું હોવાનું કાર્યકારી અધ્યક્ષ સ્વાતી સોસાએ બાબતને રજુ કરી હતી. જેની સામે વિપક્ષના સભ્ય રાકેશ હિરપરાએ પહેલા શિક્ષકોની ભરતી થવી જરૂરી હોવાની બાબત ઉપર ભાર મુક્યો હતો અને સમિતિમાં 1200 શિક્ષકોની ઘટ હોવાથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે શિક્ષકોની ભરતી કરવાની માંગણી કરી હતી.-Latest Gujarati News

શિક્ષકોની ભરતી માટે 1 કરોડની જોગવાઈ કરી – India News Gujarat

સ્વાતી સોસાએ સ્પષ્ટતા કરી હતી કે પાલિકાએ શિક્ષકોની ભરતી માટે 1 કરોડની જોગવાઈ કરી છે. જેની સામે પ્રહાર કરતા વિપક્ષના સભ્ય રાકેશ હરીપરાએ જણાવ્યું હતુ કે english medium માં 140 વિદ્યાર્થીઓ પર એક શિક્ષક કાર્યરત છે, એટલે વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ મળતું હશે તે પ્રશ્ન છે. જેથી પહેલા શિક્ષકોની ઘટ ભરપાઇ થાય પછી જ નવી શાળાઓ કાર્યરત થવી જોઇએ.

આ ઉપરાંત શિક્ષકોની ઘટ મુદે કાર્યકારી અધ્યક્ષ સ્વાતી સોસાએ જણાવ્યું કે રાજ્ય સરકાર 665 પ્રવાસી શિક્ષકોની ભરતી કરશે. જિલ્લા ફેરબદલીમાંથી પણ શિક્ષકો મળવાના છે. ઉપરાંત પાલિકાએ પણ શિક્ષકોની ભરતી કરવા 1 કરોડ ફાળવ્યા હોવાનો બચાવ કર્યો હતો. સામાન્ય સભામાં આ ઉપરાંત જનભાગીદારીથી શાળા દત્તક લેવાના બે કામો રજુ કરાયા હતા.-Latest Gujarati News

હર્ષ સંઘવીની માંગણી મુજબ અઠવા વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક નં રને ગૃહમંત્રી હર્ષ સંઘવીને ૫ વર્ષ માટે દત્તક આપવાનો નિર્ણય 

રાજયકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીની માંગણી મુજબ અઠવા વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક નં રને ગૃહમંત્રી હર્ષ સંઘવીને ૫ વર્ષ માટે દત્તક આપવાનો નિર્ણય કરાયો હતો. રાજયકક્ષાના ગૃહમંત્રીને શાળા દત્તક આપવા સામે પણ વિપક્ષએ વિરોધ નોંધાવ્યો હતો, અને દરખાસ્તમાં હર્ષ સંઘવીની સહી ન હોવાનો પણ વિરોધ કર્યો હતો, જો કે સ્વાતી સોસાએ જણાવ્યું હતુ દરખાસ્તમાં સહી ન હોવાનો આરોપ ખોટો છે, હર્ષ સંઘવીને નિયમ મુજબ જ શાળા દત્તક આપવામાં આવી છે.

સમિતિની શાળાનાં વિધાર્થીઓને એક-એક જોડ ગણવેશ અપાશે

શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 310 જેટલી શાળાઓમાં અભ્યાસ કરી રહેલા 1 લાખ 66 હજાર વિધાર્થીઓને એક-એક જોડી ગણવેશ આપવાનું નક્કી કરાયુ હતુ, જેથી વિધાર્થીઓ રોજ એક જ જોડી કઇ રીતે પહેરશે તે પ્રશ્ન અંગે પણ સભ્યોએ ઉગ્ર ચર્ચા કરી હતી.-Latest Gujarati News

તમે આ વાંચી શકો છો: કેન્દ્રીય શિક્ષક પાત્રતા કસોટી માટેની ટિપ્સ Tips For Central Teacher Eligibility Test

તમે આ વાંચી શકો છો: Fuel Price:સૌથી મોંઘો LPG ભારતમાં, Petrol વિશ્વમાં ત્રીજા અને Diesel આઠમાં ક્રમે મોંઘા

SHARE

Related stories

Latest stories