HomeGujaratWild Pig Attack : જંગલી ભૂંડના હુમલામાં વૃદ્ધા ઘાયલ, બકરા ચરાવતી વૃદ્ધ...

Wild Pig Attack : જંગલી ભૂંડના હુમલામાં વૃદ્ધા ઘાયલ, બકરા ચરાવતી વૃદ્ધ મહિલા પર જંગલી ભૂંડનો હુમલો – India News Gujarat

Date:

Wild Pig Attack : મહિલાને હોસ્પિટલમાં દાખલ કરતાં 26 ટાંકા આવ્યા ભૂંડના રેઆસથી સ્થાનિક અને ખેડૂતો થયા પરેસાન.

હાલ સારવાર ચાલી રહી છે

તાપી જિલ્લાના ટોકરવા ખાતે બકરા ચરાવવા માટે ગયેલી મહિલા ઉપર જંગલી ભૂંડે હુમલો કરતા ગંભીર ઇજાઓ સાથે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેઓની હાલ સારવાર ચાલી રહી છે. ત્યારે દીપડાના આંતક બાદ જંગલી બહું સમગ્ર વિસ્તાર માટે આંતકનું બીજું નામ બની ચૂક્યા છે અને ખેડૂતોના પાક બાદ હવે માનવ જીવન માટે પણ તે જોખમ ઊભું કરતાં હોવાનું સામે આવ્યું છે..

Wild Pig Attack : 26 જેટલા ટાકા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

તાપી જિલ્લાના ટોકરવા ગામે રહેતા અને પશુપાલન સાથે સંકળાયેલા સુખીબેન ભરતભાઇ રાઠોડ ગામ નજીક આવેલ ઝાડી ઝાખરામાં બકરા ચરાવવા માટે ગયા હતા. દરમિયાન અચાનક જંગલી ભૂંડે મહિલા ઉપર હુમલો કર્યો હતો. ત્યાં હાજર લોકોએ મહિલાને જંગલી ભૂંડના હુમલાથી બચાવી હતી. જોકે ગંભીર રીતે ઘવાયેલા સુખીબેનને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. જ્યાં તેઓને પીઠ, પગના અને શરીરના અન્ય ભાગોમાં 26 જેટલા ટાકા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ મહિલા ઉપર હુમલો કરનાર જંગલી ભૂંડને ગ્રામજનોએ મારી નાખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જંગલી ભૂંડ નો ત્રાસ વધી રહ્યો છે અને વારંવાર ખેડૂતોના ઊભા પાકને જંગલી ભૂંડો દ્વારા વ્યાપક નુકશાન થતું હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.. જંગલી ભૂંડો દ્વારા આખા ખેતરોના પાકને નષ્ટ કરી દેવાના કેટલાય કિસ્સા પૂર્વમાં બની ચૂક્યા છે.

તમે આ પણ વાંચી સકો છો :

Organ Donation: 28 વર્ષિય બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી પાંચનું જીવન પ્રકાશમય બનશે 

તમે આ પણ વાંચી સકો છો :

Fishermen Clan: ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી સ્થળે વિરોધ પ્રદશન, સમાજને ન્યાય મળે માટે કરી રજુઆત 

SHARE

Related stories

Latest stories