HomeGujaratWild Animals Hunters Gang Caught : વન્ય પ્રાણીનો શિકાર કરતી ટોળકી ઝડપાય,...

Wild Animals Hunters Gang Caught : વન્ય પ્રાણીનો શિકાર કરતી ટોળકી ઝડપાય, શિકારી ગેંગ પાસેથી શિકાર કરવાના સાધનો કરાયા કબજે – india News Gujarat

Date:

Wild Animals Hunters Gang Caught : 6 જેટલા આરોપીને વનવિભાગની ટીમે ઝડપ્યા અંધશ્રદ્ધાને કારણે દીપડાનો શિકાર કરીને વેચતા હતા અંગો.

છ આરોપીઓની વન વિભાગે ઝડપી પાડી

તાપી જિલ્લામાં ફરી શિકારી ગેંગ ઝડપાઇ છે. જંગલી હિંશક પ્રાણીઓનો શિકાર કરતી આ ગેંગના હાલ છ આરોપીઓની. વન વિભાગે ઝડપી પાડી તેમની પાસેથી વન્ય પ્રાણીઓના વિવિધ અંગો ઝડપી પાડ્યા છે.

વન્ય પ્રાણી દીપડાના વિવિધ અંગો ઝડપી પડ્યા

વનોમાં વસતા હિંશક પ્રાણીઓનો વિધિ કરવાના બહાને શિકાર કરતી ટોળકીને વન વિભાગે બાતમી આધારે ઝડપી પાડી છે. તેમની પાસેથી શિકારમાં વપરાતા સાધનો અને વન્ય પ્રાણી દીપડાના વિવિધ અંગો ઝડપી પડ્યા છે. ઝડપાયેલા ઇસમોમાં શ્રવણ વસાવા, કિશન ગામીત, અજિત બિલ્કુલે, નિશિકાન્ત સેંડે, નંદરિયા કાઠુંડ અને દેવીદાસ કાઠુંડનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ડાંગ અને તાપી જિલ્લાના અલગ અલગ ગામોના વતની છે. જેઓની અટક કરીને નામદાર કોર્ટમાં હાજર કરી આ રેકેટમાં વધુ કોઈની સંડોવણી છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. તાંત્રિક વિધિમાં દીપડા જેવા હિંશક પ્રાણીઓના દાત, નખ, પંજાનો ઉપયોગ કરતા હોવાનું. વન વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ વન વિભાગ દ્વારા અન્ય કોઈ કારણોસર દીપડા જેવા પ્રાણીઓનો શિકાર કરવામાં નથી આવતો ને તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

Wild Animals Hunters Gang Caught : કોઈપણ ખોટી ગતિવિધિ નજર આવે તો વન વિભાગની કચેરીએ જાણ કરવા જણાવવામાં આવ્યું

વન વિભાગના કહેવાનુશાર ખોટી ગેરમાન્યતાઓ ને લઈ કેટલાક ઈસમો આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે. જેનો સીધો ભોગ નિર્દોષ વનોના જીવ બનતા હોય છે. ત્યારે આવી ગેરમાન્યતાઓથી દૂર રહેવા માટે તાપી જિલ્લા વન વિભાગના અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. અને સાથે આવી કોઈપણ ખોટી ગતિવિધિ નજર આવે તો વન વિભાગની કચેરીએ જાણ કરવા જણાવવામાં આવ્યું છે. હાલ વન વિભાગે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ કોઈની સંડોવણી છે કે નહીં જેવી અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લામાં ફરી શિકારી ગેંગ ઝડપાઇ છે. જંગલી હિંશક પ્રાણીઓનો શિકાર કરતી આ ગેંગના હાલ છ આરોપીઓની વન વિભાગે ઝડપી પાડી. તેમની પાસેથી વન્ય પ્રાણીઓના વિવિધ અંગો ઝડપી પાડ્યા છે.

તમે આ પણ વાંચી સકો છો :

Shape Tomorrow’s Innovations : ધોરણ 12ના GSEB પરિણામ બાદ યુજીમાં પ્રવેશ શરૂ થયા

તમે આ પણ વાંચી સકો છો :

Commencement Of UG Admission/ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામો બાદ યુજી પ્રવેશનો પ્રારંભ

SHARE

Related stories

Latest stories