પ્રેમી (Lover) માટે પત્ની એ પોતાના ઘરમાં ચોરી કરી
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા Loverનું દેવું ભરવા પરણીતાએ પોતાના જ ઘરમાં ચોરી કરી હતી. પતિએ ફરિયાદ નોંધાવતાં પત્ની અને તેના Loverની પોલીસે ધરપકડ કરી છે.પ્રેમ ખાતર કહો કે લગ્નેતર સબંધ જાળવી રાખવા માટે એક પરણિતાએ એવું કરી નાખ્યું કે જેને જેલના સળિયા ગણવાના દિવસો આવ્યા છે.પોતાના Loverને દેવું થઈ જતાં પરણીતાએ એ પોતાના જ ઘરમાં ચોરી કરી હતી. -LATEST NEWS
1.20 લાખના સોનાના દાગીના ચોરી કર્યા -India News Gujarat
ચોરીની ઘટનાની જાણ પતિને થતા પતિએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પત્ની અને તેના Loverની સુરતની અમરોલી પોલીસે ધરપકડ કરી હતી. નરેન્દ્ર વિરમભાઈ વાઘ કતારગામ વસ્તાદેવડી રોડ પર આવેલી ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર છે. જ્યાં નરેન્દ્રભાઈની પત્ની પણ કતારગામ ખાતે એક કંપનીમાં કામ કરે છે.
જ્યારે ફરિયાદી નરેન્દ્રભાઈ ગત 9 તારીખે તેમના ઘરમાં તિજોરીમાં ખોલી તો તેમાંથી 1.20 લાખની કિમતના સોનાના દાગીના ગાયબ હતા. જેને લઇને નરેન્દ્ર ભાઈ ને ખ્યાલ આવ્યો હતો કે તેમના મકાનમાં ચોરી થઇ છે અને તેઓ દ્વારા અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. -LATEST NEWS
પોલીસે Lover અને પત્ની ની કરી ઘરપકડ -India News Gujarat
પોલીસે આ ચોરીની ઘટનામાં તપાસ શરૂ કરી હતી. ત્યારે પરિવારના સભ્યોની પૂછપરછ કરતા ની સાથે જ નરેન્દ્ ચોકી ઉઠ્યા હતા .જોકે પોલીસે પરિવારના સભ્યો સાથે સાથે પોતાના પત્ની જાનવી ની પૂછપરછ શરૂ કરી હતી. તે ગોળગોળ જવાબ આપતી હતી.
પત્ની ઉપર શંકા જતા તેના સાસુ સસરાએ પુછતા તેણે પોતાના Lover તુષાર ભુપેન્દ્ર મેવાડાના કહેવાથી દાગીના ચોરી કર્યા .અને તેને બીલીમોરા ખાતે દાગીના સંતાડ્યા હોવાની કબૂલાત કરી હતી. Loverને દેવું થઈ જતાં તેનું દેવું ચૂકવવા માટે પ્રેમિકા એ પોતાના ઘરમાં ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. સાથે જ પોલીસે પરિણીતા અને તેના Loverની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. -LATEST NEWS
તમે આ વાંચી શકો છો: Dhuleti celebration : બે વર્ષ પછી જામશે Dhuletiનો રંગ
તમે આ વાંચી શકો છો: Crude Oilના ભાવમાં કેટલો ઘટાડો થયો? જાણો આજના ભાવ