White Coat Ceremony : નર્સિંગ કોલેજ દમણનુ લેમ્પ લાઈટીંગ સેરેમની. પ્રશાસકે વિદ્યાર્થીઓને વ્હાઇટ કોટ પહેરાવી સન્માન કર્યું.
સમર્પણ કાર્યક્રમનુ આયોજન
દાદરા નગર હવેલી અને દમણ દીવ મેડિકલ શિક્ષણ વિભાગ દ્વારા સમર્પણ કાર્યક્રમનુ આયોજન એપીજે અબ્દુલ કલામ કોલેજ ઓડિટોરિયમ હોલ ખાતે કરવામા આવ્યુ હતુ. જેમાં બાળકોનુ વાઈટ કોટ સેરેમની અને નર્સિંગ કોલેજ સેલવાસ અને નર્સિંગ કોલેજ દમણનુ લેમ્પ લાઈટીંગ સેરેમની અને ગ્રેજ્યુટ સેરેમનીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
White Coat Ceremony : વ્હાઇટ કોટ પહેરાવી અને સ્ટેથેસ્કોપ આપ્યું
દાદરા નગર હવેલી અને દમણ દીવ મેડિકલ શિક્ષણ વિભાગ દ્વારા સંર્પરણ કારીરકામનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રશાસકની અઘ્યક્ષતામા નમો મેડીકલ શિક્ષણ. અને અનુસંધાન સંસ્થા અને ઇન્સ્ટીટ્યુટ ઓફ એલાઇડ હેલ્થ સાયન્સના બાળકોનુ વાઈટ કોટ સેરેમની. અને નર્સિંગ કોલેજ સેલવાસ અને નર્સિંગ કોલેજ દમણનુ લેમ્પ લાઈટીંગ સેરેમની. અને ગ્રેજ્યુટ સેરેમનીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. પ્રશાસકે વિદ્યાર્થીઓને વ્હાઇટ કોટ પહેરાવી અને સ્ટેથેસ્કોપ આપી. સાથે લેમ્પ લાઈટ સેરેમનીમા નર્સિંગના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા. અને વક્તવ્યમા દરેકને પ્રદેશમા થઇ રહેલ મેડિકલ શિક્ષણની ઉપલબ્ધી અંગે શુભકામના આપી. અને દરેકનુ મનોબળ વધારતા ભવિષ્યમા પણ આવનાર પરિસ્થિતિમા વિદ્યાર્થીઓનુ મનોબળ કઈ રીતે મહત્વપૂર્ણ છે જે અંગે જાણકારી આપી હતી.
મુંબઇમા નોકરી મળવા પર દરેકની સરાહના કરી
પ્રશાસકે વિકસિત ભારતના લક્ષયને પૂર્ણ કરવામા ચિકિત્સા શિક્ષણ અંતર્ગત જે પણ ભણાવવામા આવે છે એવા વિદ્યાર્થીઓ આગળ વધીને દેશમા યોગદાન આપશે. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને સીધા જ કોકિલાબેન હોસ્પીટલ મુંબઈ અને હીરાનંદાની હોસ્પીટલ મુંબઇમા નોકરી મળવા પર દરેકની સરાહના કરી અને શુભકામના આપી હતી. અને સેલવાસમા બની રહેલ નવુ વિનોબાભાવે સિવિલ હોસ્પીટલ 1270 બેડની અત્યાધુનિક સુવિધાઓ અંગે અને નર્સિંગ કોલેજ સેલવાસ અને નર્સિંગ કોલેજ દમણ અંગે પણ જાણકારી આપી અને દરેકને ભણવા માટે સારી સુવિધા મળે એના માટે રહેવાના માટે સારી હોસ્ટેલ પણ બનાવવામા આવશે એમ કહ્યું હતું.
White Coat Ceremony : જન પ્રતિનિધિઓ સહિત કર્મચારીઓ ઉપસ્થીત
આ અવસરે દમણ સિવ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ સહિત નમો મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રશાસનના અધિકારીઓ, જન પ્રતિનિધિઓ સહિત કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
તમે આ પણ વાંચી સકો છો :
Semiconductor: હવે ભારતમાં બનશે સેમિકન્ડક્ટર ચિપ્સ, મોદી સરકારે આપી મંજૂરી
તમે આ પણ વાંચી સકો છો :
PM Surya Ghar Scheme: એક કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળશે