HomeGujaratWhen The Photographer Did Not Come:ફોટાનો શોખ લગ્ન તોડાવી શકે છે-India News...

When The Photographer Did Not Come:ફોટાનો શોખ લગ્ન તોડાવી શકે છે-India News Gujarat

Date:

When The Photographer Did Not Come:ફોટાનો શોખ લગ્ન તોડાવી શકે છે-India News Gujarat

When The Photographer Did Not Come: ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં દુલ્હનને લગ્નમાં ફોટોગ્રાફર ન લાવવાના કારણે વરરાજા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને સ્ટેજ પરથી ઉતરીને પોતાના પડોશીના ઘરે જતી રહી.

શું છે સમગ્ર કિસ્સો?

  • આ ઘટના રવિવારની છે. કાનપુરના મંગલપુર વિસ્તારના એક ગામમાં રહેતા એક ખેડૂતની પુત્રીના લગ્ન ભોગનીપુરના એક વ્યક્તિ સાથે નક્કી કરવામાં આવ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. જાનૈયાનું ધૂમધામથી સ્વાગત કરવામાં આવ્યું. થોડીવાર પછી વરરાજા અને દુલ્હન વરમાળા માટે સ્ટેજ પર પહોંચ્યા.
  • જ્યારે દુલ્હનને ખબર પડી કે જાનની સાથે ફોટોગ્રાફર નથી તો તે નારાજ થઈ ગઈ અને સ્ટેજ પરથી ઉતરી જતી રહી .

ફોટોગ્રાફર ન આવવાથી લગ્ન કરવાની ના પાડી

  • બધી યુવતીઓએ સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેને કહ્યું કે જે વ્યક્તિને આજે અમારા લગ્નની કોઈ પરવા નથી તો તે ભવિષ્યમાં મારું શું ધ્યાન રાખશે? પરિવારના વૃદ્ધોએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ફાયદો ન થયો.

પરસ્પર સંમતિ બાદ લગ્ન તૂટ્યા

  • મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષોએ એક બીજા માટે કિંમતી ભેટ અને રોકડ પરત કરવા સંમત થયા હતા અને કોઈક રીતે પરસ્પર સંમતિથી મામલો થાળે પડ્યો હતો. પોલીસ સ્ટેશનમાં માલો ઉકેલાયા બાદ જાન દુલ્હન વગર જ પાછી ગઈ.
SHARE

Related stories

Latest stories