HomeGujaratWhatsApp Update Features-WhatsApp એ લોન્ચ કર્યા નવા ફીચર્સ-India News Gujarat

WhatsApp Update Features-WhatsApp એ લોન્ચ કર્યા નવા ફીચર્સ-India News Gujarat

Date:

ગ્રુપ વોઇસ કોલ પર જોડાઈ શકે છે 32 લોકો-India News Gujarat

WhatsApp Update Features:વોટ્સએપે જે ફીચર્સ શરૂ કર્યા છે. તેમાં કમ્યુનિટિઝ ફીચર (Communities Feature) અને ગ્રુપ કોલમાં વધુમાં વધુ લોકોને જોડાવાની સુવિધા આપવામાં આવી છે.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) પોતાના યુઝર્સને વધુમાં વધુ સુવિધા આપવા માટે પોતાને અપડેટ કરતું રહે છે.અને નવા નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. આ વખતે વોટ્સએપે કેટલાક એવા દમદાર ફીચર્સ શરૂ કર્યા છે જે યુઝર્સને અલગ જ અનુભવ આપશે.

Communities Features નું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું

Metaના પ્રમુખ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerburg)એ પોતાની ફેસબુક પોસ્ટમાં નવા ફીચર્સ વિશે જાણકારી આપી છે. તેણે જણાવ્યું છે કે, Communities Features નું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેના દ્વારા દરેક ચેટ ગ્રુપને મેનેજ કરવામાં અને જાણકારી શોધવામાં સરળતા રહેશે.

Mark Zukerburgએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘ઓનલાઇન સંવાદ કરવાની રીત બદલાઈ રહી છે. આપણામાંથી મોટાભાગના લોકો રસપ્રદ કન્ટેન્ટ શોધવા માટે અને અપડેટ રહેવા માટે સોશિયલ નેટવર્ક તથા ફીડનો ઉપયોગ કરે છે. સિક્યોરિટી તથા સુરક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે અમે વોટ્સએપ અને મેસેન્જર ઉપર વીડિયો ચેટ, વોઇસ મેસેજ, સ્ટોરી તથા પેમેન્ટ જેવા ફીચર્સ જોડ્યા છે.

  • ગ્રુપ વોઇસ કોલમાં એકસાથે 32 લોકોને જોડવા અને બે ગીગાબાઇટ સુધી ફાઇલ શેર કરવાની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે-India News Gujarat

વોટ્સએપએ જણાવ્યું છે કે, તે ગ્રુપ વોઇસ કોલમાં એકસાથે 32 લોકોને જોડવા અને બે ગીગાબાઇટ સુધી ફાઇલ શેર કરવાની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. વર્તમાનમાં ગ્રુપ વોઇસ કોલમાં એક સાથે 8 લોકોને જોડી શકાય છે અને એક જીબી સુધીની ફાઇલ શેર કરી શકાય છે.

WhatsApp કમ્યુનિટીનું નિર્માણ કર્યું છે જેથી બધી ગ્રુપ ચેટને વ્યવસ્થિત કરવાનું તથા જાણકારી પ્રાપ્ત કરવાનું સરળ થઈ શકે. તમે એક કમ્યુનિટીમાં જુદા જુદા ગ્રુપને એકસાથે લાવી શકો છો. તેમાં સ્કૂલ ગ્રુપ, ધાર્મિક ગ્રુપ, બિઝનેસ કે ઓફિસ ગ્રુપ પણ હોઈ શકે છે. આના થકી તમને તમારી વાતચીત ઓર્ગેનાઇઝ અને મેનેજ કરવામાં મદદ મળશે.

તમે આ પણ વાંચી શકો છો: Gujarat Police – ડ્રગ્સ પેડલરની કરોડોની મિલકત સીઝ કરી 

તમે આ પણ વાંચી શકો છો: IPL 2022 :Dhoni Used a 12 Year Old Trick : ધોનીએ 12 વર્ષ જૂની એવી ટ્રિક વાપરી

SHARE

Related stories

Latest stories