HomeWorldFestivalલક્ષ્મી આગમનને રંગોથી આવકાર - India News Gujarat

લક્ષ્મી આગમનને રંગોથી આવકાર – India News Gujarat

Date:

શુભ કાર્યો માટે નથી જોવાતો સમય

તાજેતરમાં જ લોકોએ હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી કરી છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે હોળી- ધૂળેટી બાદ જ લોકો શુભ કાર્યો કરે છે. હાલનો સમય વધુને વધુ આધુનિક બની ગયો છે, તે સાથે ટેક્નોલોજી એટલી આગળ વધી છે. માતા કોઇપણ પ્રકારની પીડા વિના પોતાના અનુકુળ દિવસે બાળકને જન્મ આપી શકે છે. સમય જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ લોકોમાં પણ જાગૃતિ વધી રહી છે. Colour – Latest Gujarati News

હોસ્પિટલના સ્ટાફે બાળકી સાથે ઓર્ગેનિક Colour થી બાળકીનું સ્વાગત કર્યું

Colour –હોળી પહેલા હોળાષ્કના દિવસો ગણવામાં આવે છે, આ દિવસોના કારણે લોકો કોઇ શુભ કાર્ય કરતા નથી. તેથી જ અમદાવાદ શહેરના પોશ સાઉથ બોપલ વિસ્તાર ખાતે આવેલી સાનિધ્ય મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ધૂળેટીના દિવસે બાળકીનો જન્મ થયો. અહીં હોસ્પિટલના સ્ટાફે બાળકી સાથે ઓર્ગેનિક કલરથી બાળકીનું સ્વાગત કર્યું. આમ પરિવાર માટે પણ આ દિવસ યાદગાર બની રહ્યો હતો. Colour – Latest Gujarati News

બાળકીને કેમિકલ ફ્રી રંગ લગાવ્યો

બાળકીના ધૂળેટીની ઉજવણી વિશે વાત કરતા જાણીતા સેલિબ્રિટી ગાયનેકોલોજિસ્ટ ડો. અર્ચનાબેન શાહે જણાવ્યું કે, “બાળકીના પરિવારની ઇચ્છા હતી, કે જે પણ બાળકનો જન્મ થાય તે ધૂળેટીના દિવસે કરવામાં આવે. આમ પણ માતા માટે બીજી ડિલિવરી હતી અને પહેલી ડિલિવરી સિઝેરિયન ઓપરેશન દ્વારા જ મુંબઈ ખાતે કરવામાં આવેલી હતી. તેથી ઓપરેશન ધૂળેટીના દિવસે સવારમાં કરવામાં આવ્યું હતું. આ દિવસ યાદ રહે તે માટે બાળકીને કેમિકલ ફ્રી રંગ લગાવ્યો હતો. આ રંગો આગલા દિવસે સ્પેશ્યલ આ નવજાત બાળક માટે જ ઘરે જાતે બનાવવામાં આવેલ હતો. આ રંગ 100 ટકા નેચરલ હોમ મેડ હતો, કારણ કે નવજાત શિશુની ચામડી ખૂબ જ કોમળ હોય છે, તેથી તેની ચામડીને કોઇપણ પ્રકારનું નુકશાન ના પહોંચે તેનુ ખાસ ધ્યાન રાખ્યુ હતું.” Colour – Latest Gujarati News

તમે આ પણ વાંચી શકો છો – corona ફરીથી યુરોપિયન દેશોની જેમ તબાહી મચાવી શકે છે, ચોથા ડોઝની પણ જરૂર પડશેઃ યુએસના ટોચના નિષ્ણાતની ચેતવણી-– India News Gujarat

SHARE

Related stories

Latest stories