HomeGujaratWeight Loss Tips For Winter: વજન ઓછું કરવું અને સ્વાસ્થ્ય માટેના  ફાયદા-India...

Weight Loss Tips For Winter: વજન ઓછું કરવું અને સ્વાસ્થ્ય માટેના  ફાયદા-India News Gujarat

Date:

Weight Loss Tips For Winter: વજન ઓછું કરવું અને સ્વાસ્થ્ય માટેના  ફાયદા-India News Gujarat

  • Weight Loss Tips For Winter: વજન ઘટાડવા માટે, નિયમિત કસરત કરવી અને આરોગ્યપ્રદ આહાર લેવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
  • શિયાળામાં વજન ઘટાડવા માટે તમે કેટલાક ફળોને પણ આહારમાં સામેલ કરી શકો છો. આ ઝડપી વજન ઘટાડવામાં મદદ કરશે.
  • શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે.
  • આ ઠંડીની સિઝનમાં લોકો ઘણીવાર સુસ્તીનો અને આળસનો અનુભવ કરે છે.
  • આવી સ્થિતિમાં, લોકો ઘણીવાર સવારે અથવા સાંજે કસરતને અવગણતા હોય છે.
  • આવા અનેક કારણોથી વજન વધી જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
  • આ સિવાય ઠ઼ંડીની ઋતુ કફ-ખાંસી, શરદી-ઉધરસ અને તાવ જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  • આવા સંજોગોમાં , તમારે સંતુલિન વજન જાળવી રાખવા માટે, તમે ખોરાક-આહારમાં અનેક પ્રકારના ફળોનો પણ સમાવેશ કરી શકો છો.
  • આ ફળો પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેઓ ઝડપી વજન ઘટાડવામાં મદદ કરે છે.

ગ્રેપફ્રૂટ

  • ગ્રેપફ્રૂટમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
  • તેનું સેવન કર્યા પછી, તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો.
  • તેમાં કેલરી ઓછી માત્રામાં હોય છે. તે લોહીમાં શર્કરા એટલે કે શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
  • તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે.

દાડમ

  • દાડમમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે.
  • તેમાં પોલિફીનોલ હોય છે. તે મેટાબોલિઝમ સુધારે છે. તે ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે.
  • તે સ્વસ્થ વજન જાળવવામાં મદદ કરે છે.

જામફળ

  • જામફળમાં પ્રોટીન હોય છે. તે તમને લાંબા સમય સુધી ભરપૂર રાખે છે.
  • તેનાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો. તેમાં ખાંડની માત્રા ઓછી હોય છે.
  • તે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

નારંગી

  • નારંગીમાં વિટામિન સી હોય છે.’
  • આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
  • નારંગીના ફળમાં મિનરલ્સનું, પોટેશિયમનું અને ફાઈબરનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે.
  • તેમાં કેલરી ઓછી માત્રામાં હોય છે. તે ઝડપી વજન ઘટાડવામાં મદદ કરે છે. આનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે.

અંજીર

  • અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે.
  • તેનું સેવન કરવાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો.
  • તે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
પાઈનેપલ
  • પાઈનેપલમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે.
  • પાઈનેપલમાં બ્રોમેલેન પણ હોય છે. તેમાં પ્રોટીન હોય છે.
  • તે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
સફરજન
  • સફરજનમાં કેલરી ઓછી હોય છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે.
  • તેનું સેવન કરવાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો.
  • તેથી જ તમે બિનઆરોગ્યપ્રદ ખાવાથી તમારી જાતને બચાવી શકો છો.
  • શિયાળામાં તેનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

તમે પણ આ વાંચી શકો છો –

Weight Loss Tip:તમારુ વજન ઝડપથી ઘટાડશે આ હેલ્ધી ડ્રિંક્સ

તમે પણ આ વાંચી શકો છો –

Weight Loss Tips: શું તમારુ પણ વધી ગયું છે વજન?

SHARE

Related stories

Latest stories