HomeGujaratWeight Loss Tip:તમારુ વજન ઝડપથી ઘટાડશે આ હેલ્ધી ડ્રિંક્સ-India News Gujarat

Weight Loss Tip:તમારુ વજન ઝડપથી ઘટાડશે આ હેલ્ધી ડ્રિંક્સ-India News Gujarat

Date:

Weight Loss Tip:તમારુ વજન ઝડપથી ઘટાડશે આ હેલ્ધી ડ્રિંક્સ, આજે જ સામેલ કરો તમારા ડાયટમાં-India News Gujarat

  • Weight Loss Tip: વજન ઘટાડવા માટે સ્વસ્થ આહાર અને નિયમિત કસરત ખૂબ જ જરૂરી છે.
  • ઝડપી વજન ઘટાડવા માટે, તમે આહારમાં ઘણા પ્રકારના હેલ્ધી ડ્રિન્કસનો પણ સમાવેશ કરી શકો છો.
  • આ હેલ્ધી ડ્રિન્કસ (Healthy Drinks) વિવિધ મસાલા અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
  • Weight Loss Tips: વજન ઘટાડવુ અને પરફેક્ટ બોડી શેપ કોને ના ગમે?
  • આપણે જાણીએ છે કે વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે અનિયમિત આહાર અને ઊંઘને કારણે આપણુ વજન વધી જતુ હોય છે.
  • સ્થૂળતા ઘટાડવા માટે વ્યક્તિની જીવનશૈલી સારી હોવી જોઈએ.
  • આ દિવસોમાં મોટાભાગના લોકો વધતા વજનને કારણે પરેશાન છે. વજન ઘટાડવા માટે સ્વસ્થ આહાર અને નિયમિત કસરત ખૂબ જ જરૂરી છે.
  • ઝડપી વજન ઘટાડવા માટે તમે આહારમાં ઘણા પ્રકારના હેલ્ધી ડ્રિંક્સનો પણ સમાવેશ કરી શકો છો.
  • આ હેલ્ધી ડ્રિંક્સ (Healthy Drinks) વિવિધ મસાલા અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
  • આ હેલ્ધી ડ્રિંક્સ ઝડપી વજન ઘટાડવામાં મદદ કરે છે.

આવો જાણીએ કે કયા હેલ્ધી ડ્રિંકને તમે ડાયટમાં સામેલ કરી શકો છો

લીંબુ-મધનું પાણી

  • લીંબુ અને મધનું પાણી પાચનપ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
  • આ માટે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ નાંખો. તેમાં મધ ઉમેરો અને રોજ સવારે તેનું સેવન કરો.

હળદરનું પાણી

  • હળદરમાં અનેક ઔષધીય ગુણો હોય છે. તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત આપે છે.
  • આ હેલ્ધી ડ્રિન્ક બનાવા માટે એક વાસણમાં 2 કપ પાણી લો. તેમાં એક ચપટી હળદર ઉમેરો.
  • આ પાણીને ઉકાળો. પાણી ઠંડુ થાય એટલે પી લો. સ્વાદ માટે તમે તેમાં થોડું મધ પણ ઉમેરી શકો છો.

અજમાનું પાણી

  • અજમો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે પાચનપ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે છે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
  • આ હેલ્ધી ડ્રિન્ક બનાવવા માટે એક ચમચી અજમાને પાણીમાં ઉકાળો. તેમાં લીંબુનો રસ અને કાળું મીઠું ઉમેરો. હવે તમે તે પી શકો છો.

જીરાનું પાણી

  • વજન ઘટાડવા માટે તમે જીરાના પાણીનું સેવન કરી શકો છો. તે મેટાબોલિક રેટને વેગ આપે છે. તે પાચન સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે.
  • આ માટે એક ગ્લાસ પાણીમાં એક ટેબલસ્પૂન જીરું આખી રાત પલાળી રાખો.
  • સવારે આ પાણીને ગાળી લો. આ પાણીને ધીમા ગેસ પર ઉકાળો. તેને એક ગ્લાસમાં રેડો. તેમાં એક ચપટી કાળું મીઠું ઉમેરીને તેનું સેવન કરો.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

તમે આ પણ વાંચી શકો છો-

Weight ઘટાડવા માટે લીલી ચા કરતાં વધુ ફાયદાકારક છે નેટલ ટી, જાણો કેવી રીતે કામ કરે છે

તમે આ પણ વાંચી શકો છો-

Health Tips:ચા ના બંધાણી થઇ ગયા છો

SHARE

Related stories

Latest stories