વિવાદોથી ઘેરાયેલ Surat Civil ફરી ચર્ચામાં સિવિલ કેમ્પસમાંથી મળ્યો ગાંજાનો છોડ -INDIA NEWS GUJARAT
સુરત શહેરમાં વિવાદો સાથે સંકળાયેલી નવી Surat Civil હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. Surat Civil હોસ્પિટલ કેમ્પસમામાંથી ગાંજાનો છોડ મળી આવતા Surat Civil હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. છોડ ગાંજાનો જ હોવાથી હોસ્પિટલ મેનેજમેન્ટ સામે એક મોટો વિવાદ છેડ્યો હતો. લગભગ 7-8 માસના છોડની હાઈટ 5 ફૂટથી વધારે હોવાનું સામે આવ્યું હતું. –LATEST NEWS
તંત્ર સામે અનેક સવાલો ઉઠયા -INDIA NEWS GUJARAT
Surat Civil હોસ્પિટલમાં ક્યારેક કર્મચારીઓ સાથે તાનાશાહી ભર્યું વર્તન તો ક્યારેક દારૂની બાટલીઓને લઈ તો ક્યારેક કિડની હોસ્પિટલનું બેઝમેન્ટ તળાવમાં ફેરવાયું જેવા અનેક વિવાદો બાદ હવે ગાંજાનો છોળ મળી આવ્યો છે. જે બાદ Surat Civil હોસ્પિટલના તંત્ર સામે પ્રશ્નો ઊભા થયા છે.જોકે સરકારી હોસ્પિટલ કેમ્પસમાં ગાંજાના છોડ ઊગી આવ્યા હોવાથી અજાણ RMOના કાને આ વાત પહોંચતાં જ દોડતા થઈ ગયા હતા. -LATEST NEWS
સુપરિટેન્ડન્ટે વિડિયો અંગે કોઈ સ્પષ્ટતા ન કરી -INDIA NEWS GUJARAT
હાલ સરકાર નશામુક્ત ગુજરાત બનાવવા માટે ભાગદોડ કરી ખડેપગે કામ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં પ્રતિબંધિત ગાંજાના છોડ Surat Civil કેમ્પસમાં જ મળી આવ્યા હોવાની ચર્ચાએ તંત્રની ભાગદોડ અને ચિંતા વધારી દીધી છે.આ અંગે Surat Civil હોસ્પિટલમાં સુપરિટેનડેન્ટ ડોકટર ગણેશ ગોવેકરે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ ગાંજાનો છોડનો વિડિઓ મારી પાસે આવ્યો છે જે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ અંગે તપાસ કરી પગલા ભરાશે. -LATEST NEWS
આ પણ વાચો: Traffic drive: નિયમોનો કરશો ભંગ ભરશો દંડ
આ પણ વાચો: Russia Ukraine War: Ukraine માં ફસાયેલા વધુ 35 વિદ્યાર્થી સુરત પોહ્ચ્યા