Weave knitt Exhibition – 2022નો આવતી કાલથી સરસાણા ખાતે પ્રારંભ -India News Gujarat
Weave knitt Exhibition – 2022નું આયોજન ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. 23 થી 25 જુલાઇ, 2022 દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યુ છે. Weave knitt Exhibition – 2022નું ઉદ્ઘાટન, ધ કલોધીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (CMAI) ના પ્રમુખ રાજેશ મસંદના હસ્તે કરવામાં આવશે. Weave knitt Exhibition – 2022 અંગે ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, Weave knitt Exhibition – 2022 ચેમ્બરનું અતિ મહત્વકાંક્ષી પ્રદર્શન છે, જેનો ઉદ્દેશ શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિકસ અને ટેકનીકલ ટેકસટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ગત વર્ષે દેશમાં પ્રથમ વખત ચેમ્બર દ્વારા યોજાયેલા ‘Weave knitt Exhibition થકી યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. Weave knitt Exhibitionને મળેલી સફળતાને પગલે આ વર્ષે Weave knitt Exhibition – 2022નું સેકન્ડ એડીશન યોજાઇ રહયું છે. Weave knitt Exhibition – 2022 અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ બાયો ડીગ્રેડેબલ ફેબ્રિકસ વિવનીટ પ્રદર્શનની થીમ રહેશે. જ્યારે લોટસ સ્ટેમ ફાયબરમાંથી બનાવવામાં આવેલું ફેબ્રિકસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલોથીંગ એન્ડ ટેકસટાઇલ્સ વિભાગના ફેકલ્ટી તેમજ પીએચ.ડી. સ્કોલર સુમી હલદર દ્વારા લોટસ સ્ટેમ ફાયબરમાંથી વિવિધ ફેબ્રિકસ બનાવવામાં આવ્યા છે અને તેઓ પણ ખાસ કોઇમ્બતુરથી આવીને આ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે. આ ઉપરાંત વિવનીટ પ્રદર્શનમાં લેપેટ ફેબ્રિક પણ બાયર્સનું ખાસ ધ્યાન ખેંચશે. સુરતમાં ખૂબ જ ઓછા વિવર્સ દ્વારા આ ફેબ્રિક બનાવવામાં આવે છે.-India News Gujarat
Weave knitt Exhibition થકી ગત વર્ષે રૂ.100 કરોડનો બિઝનેસ મળ્યો હતો-India News Gujarat
Weave knitt Exhibitionનું ગત વર્ષે આયોજન કરવામાં આવ્યુ હતું. Weave knitt Exhibition – 2022નો એકઝીબીટર્સને છ મહિનામાં જ રૂપિયા ૧૦૦ કરોડથી વધુનો બિઝનેસ મળ્યો હતો. જો કે, આ વર્ષે ગત વર્ષની તુલનામાં વિશાળ એરિયામાં એકઝીબીશન યોજાઇ રહયું છે ત્યારે એકઝીબીટર્સને આશરે રૂપિયા ૪૦૦ કરોડથી વધુનો બિઝનેસ મળશે એવી આશા સેવાઇ રહી છે. તેમણે વધુમાં કહયું કે, ટેકસટાઇલ મેન્યુફેકચરર્સ અને કપડાનાં વેપારીઓ વચ્ચે મહત્વની કડી સાબિત થતા મોટા ગજાના બ્રોકર્સ પણ આ પ્રદર્શનમાં હાજર રહેવાના છે. આથી આ બ્રોકર્સને નવી વેરાયટીઓ અને કવોલિટીઓ આપવામાં Weave knitt Exhibition મહત્વનું પ્લેટફોર્મ પૂરુ પાડશે.-India News Gujarat
Weave knitt Exhibition – 2022નું ઉદઘાટન CMAIના પ્રમુખના હસ્તે થશે-India News Gujarat
Weave knitt Exhibition-2022નો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, તા. ર૩ જુલાઇ, ર૦રર ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સરસાણા ખાતે પ્લેટીનમ હોલમાં યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્ઘાટક તરીકે સીએમએઆઇના પ્રમુખ રાજેશ મસંદ ઉપસ્થિત રહેશે અને Weave knitt Exhibition-2022નું ઉદ્ઘાટન કરી તેને ખૂલ્લું મુકશે. આ સમારોહમાં ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ટેકસટાઇલ્સના એડીશનલ ટેકસટાઇલ કમિશનર એસ.પી. વર્મા તથા સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતા અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.-India News Gujarat
Weave knitt Exhibition – 2022 વન સ્ટોપ શોપ Exhibition બની રહેશેઃ- મયુર ગોળવાલા
Weave knitt Exhibition – 2022ના એડવાઇઝર મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે, આ Weave knitt Exhibition – 2022માં ભાગ લેનારા મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ Exhibition બની રહેશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ તથા રેપીયર જેકાર્ડથી બનેલી આઇટમ્સ જેવી કે ટોપ ડાયડ સાડી, ડાયબલ વિસ્કોસ સાડી, ડાયબલ નાયલોન સાડી, કર્ટન ફેબ્રિક, સોફા ફેબ્રિક, લુંગી ફેબ્રિક, બ્રોકેડ ફેબ્રિકસ અને ટેકનીકલ ટેકસટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે. એકઝીબીટર્સ નવી પ્રોડકટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક પણ ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડકટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Income Tax Return:31 જુલાઈ સુધી ઈન્કમ ટેક્સ નહીં ભરનારાને લાગશે તગડો ઝટકો