Water Wastage : પાણીનો બગાડ લાઈન લીકેજ હોવાથી માટીનું ધોવાણ થતાં પડ્યો મોટો ભૂવો વાહન ચાલકોને સતાવી રહ્યો છે. અકસ્માતનો ભય મહાનગરપાલિકા કામ કરવાને બદલે કામ ચાલુ છે નું બોર્ડ માર્યું. પાણી બચાવોનું સૂચન આપતી મનપાની બેદરકારી થી પાણીનો બગાડ પાણીનો બગાડ અટકાવવાની સાથે ખાડો પુરવા મનપા પાસે માંગ.
બીઆરટીએસ રોડ પર છેલ્લા કેટલાય દિવસોથી પીવાના પાણીનો બગાડ
સુરત મનપાની બેદરકારી આવી સામે સિવિલ હોસ્પિલ બીઆરટીએસ રોડ પર છેલ્લા કેટલાય દિવસોથી પીવાના પાણીનો બગાડ થતો હોવા છતાં મનપા ઘોર નિદ્રમાં હોય તેમ લાગી રહ્યું છે…
વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે
સુરત સિવિલ હોસ્પિટલ બીઆરટીએસ રોડ પર છેલ્લા ચાર દિવસથી પીવાના પાણીની લાઈન ડેમેજ થતા કેટલાય લીટર પાણીનો બગાડ થતો હોય અને સ્થાનિકો દ્વારા રજુવાતો થતી હોય તેમ છતાં સુરત મનપા દ્વારા કોઈ તેને રિપેર કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરી નથી… દેશ માં સ્વચ્છતામાં અવલ આવનાર સુરત મનપા દ્વારા પાણીની લાઈન લીકેજ હોવા છતાં ફકત કામ ચાલુ હોવાનું બોર્ડ મૂકી કામદારો જતા રહ્યા હતા લાખો લીટર પાણી વેડફાઇ ગયું પણ ઉચ્ચ અધિકારીઓએ પણ ઊંઘ ઉડાડી નહિ સતત પાણી વેહવાથી રોડ નીચે માટીનું ધોવાણ થતા રોડ વચો વચ મોટો ભૂવો પડ્યો હતો અને સતત પાણી વેહતું હોવાથી સવારે કામ ધંધા અર્થે જતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે અને તેમને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે પાણી બચાવવાના સ્લોગનો મનપા દ્વારા અપાઈ રહ્યા છે તેમ છતાં સમગ્ર કામગીરીથી મનપા જ તેનું ઉલ્લંઘન કરતી હોવાનુ દેખાઈ રહ્યું છે.
Water Wastage : બેજવબદાર અધિકારી અને કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભરશે ખારા ?
શહેરમાં કોઈ નાગરિકોની બેદરકારી કે ભૂલથી ગંદકી થાય અથવા જાહેર સંપતિને નુકશાન પહોંચે તો મનપા અધિકારીઓ દંડનીય કાર્યવાહી કરે પરંતુ જ્યારે ખુદ મનપાની બેદરકારી સામે આવતી હોય ત્યારે શું સત્તાધારી પાર્ટીના નેતા અને મનપાના ઉચ્ચ અધિકારી આવા બેજવબદાર અધિકારી અને કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભરશે ખારા ? એવા પ્રશ્નો લોકો ના મુખે ચર્ચાએ રહ્યા છે.. હાલ સમગ્ર મામલે પાણીનો બગાડ થતો તત્કાલ રોકાઈ અને જવાબદાર કર્મચારી તથા અધિકારીઓ પર તત્કાલ કાર્યવાહી કરાઇ તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઇ રહી છે..
તમે આ પણ વાંચી સકો છો :
Visa Fraud: વિદેશ જવાની ઘેલછામાં પરિવાર છેતરાયો, 30 લાખ જેટલા રૂપિયાનો ચુનો લાગ્યો
તમે આ પણ વાંચી સકો છો :
Loksabha Elections: ‘ગુજરાતમાંથી સંત સમાજ માટે ચૂંટણીની ટિકિટ મળવી જોઈએ’