HomeGujaratWater Scarcity: મહિલાઓ કૂવામાંથી જીવનાં જોખમે પાણી ભરવા માટે મજબૂર - INDIA...

Water Scarcity: મહિલાઓ કૂવામાંથી જીવનાં જોખમે પાણી ભરવા માટે મજબૂર – INDIA NEWS GUJARAT

Date:

Water Scarcity: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બારી મહુડા ગામનાં નિશાળ ફળીયુ અને ઉચલા ફળિયામાં પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. પીવાના પાણી માટે ભારે મૂશ્કેલી પડે છે અને મહિલાઓ કૂવામાંથી જીવનાં જોખમે પાણી ભરવા માટે મજબૂર બની છે.

પીવાના પાણી માટે ભારે મૂશ્કેલી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બારી મહુડા ગામ ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છે. આ બારી મહુડા ગામના નિશાળ ફળિયું અને ઉચલા ફળિયામાં 25 જેટલા ઘરો આવેલા છે. અને 150 જેટલા લોકોની વસ્તી ધરાવતા આ ફળીયા છે. આ ફળિયામાં બોર અને હેડ પંપ છે પરંતુ બંધ હાલતમાં છે. પીવાના પાણી માટે હવે કોઈ ઉપાય નથી. ગુજરાતના આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાજ ગરમીમાં નદી અને કોતરોમાં પાણી પણ સુકાઇ ગયું છે. જેના લીધે બન્ને ફળિયાની મહિલાઓને પાણી માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

Water Scarcity: પશુઓ પાણી વિના ટળવળી રહ્યા છે

બારી ફળિયાની મહીલાઓ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. બારી ફળિયામાં એક 15 ફૂટ જેટલો ઊંડો કૂવો આવેલો છે જ્યારે બારી ફળિયાની મહીલાઓ કૂવામાંથી જીવનાં જોખમે પાણી કાઢીને ભરી રહી છે. તે કૂવાનું પાણી કચરા વાળું ,જીવાત વાળું ગંદુ પણ છે. પરંતુ પાણી માટે બીજો કોઈ સ્ત્રોત નાં હોવાના લીધે આ ગંદુ પાણી ભરીને પીવા માટે ગ્રામજનો મજબૂર છે. આ પાણી પીવાના લીધે ગ્રામજનો બીમાર પણ પડી રહ્યા છે અને પશુઓ પાણી વિના ટળવળી રહ્યા છે.

આદિવાસી વિસ્તારમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીની સુવિધા ઊભી કરવા માટે ફાળવે છે. પરંતુ આદિવાસી વિસ્તારમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ઊભી થતી નથી. હાલ તો આ ફળિયા ની મહિલાઓ જીવનાં જોખમે ઊંડા કૂવામાંથી પાણી કાઢીને પીવા મજબૂર છે. મહિલાઓની એકજ માંગ છે સરકાર વહેલી તકે પાણીની સુવિધા ઊભી કરાવે તે જરૂરી છે. વિકસિત ભારતના સપના દેખાડનાર સરકાર આદિવાસી વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી પુરૂ પાડે તે જરૂરી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Voting Awareness: સુરતમાં મતદાન જાગૃતિ અભિયાન, સ્ટેટ આઈકોન નિકિતા કુંવરે મતદારોને કરી અપીલ

તમે આ પણ વાંચી સકો છો :

Ram Navami Mahotsav : પુરુષોત્તમ ભગવાનશ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય, દિવસ શ્રી રામ નવમી નાં પાવન અવસરે રામોત્સવ

SHARE

Related stories

Latest stories