Water For Animals: ગરમી વધતાં અને ધોમધખતા ઉનાળામાં વન્યજીવોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટેનું પુણ્યકાર્ય ઉત્તર વન વિભાગ દ્વારા સંવેદનશીલ અભિગમ રાખી કરવામાં આવી રહ્યું છે. જેનો લાભ વન્યજીવો લઈ રહ્યા હોવાનું કેમેરામાં કેદ થવા પામ્યું છે.
Water For Animals: પીવાનું પૂરતું પાણી વન્ય વિસ્તારમાં ઉપલબ્ધ કરાવાયું
ગુજરાતના ઘરેણાં સમાન ડાંગ જિલ્લાના ઘનિષ્ઠ વન વિસ્તારમાં રહેતા વન્યજીવો માટે, વન વિભાગે આ ધોમધખતા ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સાથે ફોરેસ્ટ ફોર્સના જવાનોને સરકારી ફરજોની સાથે સાથે પુણ્યકાર્યની પણ તક ઉપલબ્ધ કરાવી છે. ડાંગના વનોમાં વસતા વન્યપ્રાણીઓને ખાસ કરીને પીવાના પાણીની અછતનો સામનો ન કરવો પડે તે હેતુસર, પુર્ણા વન્યજીવ અભ્યારણ્ય સહિતના જંગલ વિસ્તારમાં, કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે પાણીના કૃત્રિમ સ્ત્રોતનું પણ નિર્માણ કરાયું છે. જેમાં ટેન્કરની મદદથી પાણી ભરવામાં આવે છે, અને ક્ષેત્રિય વનકર્મીઓ દ્વારા તેનું સતત નિરીક્ષણ કરી ખૂટતી કડી જોડવામાં આવે છે.
આવા કૃત્રિમ સ્ત્રોત પાસે ટ્રે૫ કેમેરા ગોઠવીને, વન્યપ્રાણીઓની હિલચાલનું પણ સુપેરે ધ્યાન રાખવામાં આવે છે. ઉત્તર વન વિભાગના જંગલમાં આવા કુલ ૭૬ કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે, બીજા ૧૦પ જેટલા કૃત્રિમ સ્ત્રોત ઉપલબ્ધ કરાવી, વન્યજીવો માટે પાણીની કોઈ અછત ના રહે તેનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વનવિભાગ દ્વારા આગામી નાણાકીય વર્ષમાં સમગ્ર ઉત્તર ડાંગ વન વિભાગમાં બીજા નવા પ૧ જેટલા પાણીના કૃત્રિમ સ્ત્રોતનું નિર્માણ કરવાનું પણ આયોજન વિચારાધીન છે. ત્યારે કોઈ વન્યજીવો પાણીના અભાવે મૃત્યુ ના નીપજે એનો ખ્યાલ રાખી જરૂરી તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
તમે આ પણ વાંચી સકો છો :
Public Issue/પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે
તમે આ પણ વાંચી સકો છો :