HomeGujaratWarli Art In Mehendi : રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા પૂર્વ સુરતમાઁ રચાયો ઇતિહાસ બહેનોના...

Warli Art In Mehendi : રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા પૂર્વ સુરતમાઁ રચાયો ઇતિહાસ બહેનોના હાથમાં મહેંદી સ્વરૂપે રામાયણના 51 પ્રસંગોનું આકર્ષણ – India News Gujarat

Date:

Warli Art In Mehendi : પારંપરિક વારલી આર્ટને મહેંદી સ્વરૂપે રજૂ કરાયું. મહિલાઓને પ્રોત્સાહિત કરવા રેલ્વે રાજ્યમંત્રી પણ પહોંચ્યા.

51 બહેનોના હાથમાં મહેંદી

આગામી સપ્તાહે અયોધ્યામાં ભવ્ય રામમંદિરની પ્રાણપતિષ્ઠા પૂર્વે સુરતમાં વધુ એક ઐતિહાસિક પ્રસંગ બન્યો છે. રામમય વાતાવરણમાં શહેરમાં ઠેર-ઠેર રામભક્તિના આયોજનો થઈ રહ્યા છે. તેવામાં શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ફરી એકવાર મનમોહક મહેંદીનો રંગ બધાને ભક્તિ અને ઉત્સવના રંગમાં રંગી ગયો છે. સુરતની 51 બહેનોના હાથમાં મહેંદી સ્વરૂપે રજૂ થયેલાં રામાયણના 51 પ્રસંગોએ જમાવ્યું અનેરું આકર્ષણ છે.

Warli Art In Mehendi : વારલી આર્ટમાં રામાયણના પ્રસંગો

સુરતમાં રામભક્તિના રંગે રંગાયેલી મહિલાઓ દ્વારા ભગવાન રામ અને માતા સીતા પ્રત્યેની આસ્થા. રામભક્ત બહેનાના હાથ પર મહેંદી સ્વરૂપે કંડારી અનોખી ભક્તિ ઉજાગર કરવામાં આવી છે. આ બાબતે મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખે જણાવ્યુંકે, રામાયણ ભારતીય સંસ્કૃતિનો અદ્રિતીય ગ્રંથ છે. જે સમાજજીવનના ઉચ્ચ આદશો, માનવીય મૂલ્યો અને નૈતિકતાનું દર્શન કરાવે છે. તેમણે ગત ઔગષ્ટ મહિના દરમિયાન અથોધ્યામાં નિર્મિત થઇ રહેલાં રામમંદિર પરિસરની મૂલાકાત લીધી હતી. મંદિરની ભવ્યતાએ તેમને ખૂબ જ આકર્ષિત કર્યા હતા. તેમની મહેંદી કલાને ભગવાન રામજીના ચરણમાં પસ્તુત કરવાનો ખ્યાલ. રામાયણના વિવિધ પ્રસંગોને મહેંદી સ્વરૂપે રજૂ કરવાનો વિચાર પ્રદિપ્ત થયો હતો. નિમિષા બેને મનોમન તેમની માટે વિશેષ લાગણી અને સન્માન ધરાવતા વારલી આર્ટમાં રામાયણના પ્રસંગોને મહેંદી સ્વરૂપે આવરી લેવાનું નક્કી કર્યું હતું.

મહિલાઓને પ્રોત્સાહિત કરવા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી ની ઉપસ્તિથિ

ટ્રેડિશનલ ડ્રેસમાં સુરતની 51 જેટલી બહેનોને હાથ ઉપર રામાથણની ચોપાઈઓ આધારિત રામજન્મ, બાલઅવસ્થા, સ્વયંવર, વનવાસ તરફ પ્રયાણ સીતા હરણ હનુમાન મિલાપ સુગ્રીવ રાજ્યાભિષેક રાવણ યુદ્ધ અને અયોધ્યામાં રામ દરબાર સુધીના 51 જેટલા પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે રજૂ કરવાનો અનુભવ ખરેખર રોમાંચક છે. “ભગવાન રામ અને માતા સીતા પ્રત્યેની મારા હૃદયમાં પ્રસ્થાપિત થયેલી મારી ભક્તિ અને આસ્થાને મેં રામભક્ત બહેનાના હાથ પર મહેંદી સ્વરૂપે કંડારી છે.” આ પ્રસંગે મહિલાઓના આ ઉમદા કાર્યને પ્રોત્સાહિત કરવા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને હાજર સૌ મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા.

તમે આ પણ વાચી શકો છો :

Gift City Ready: દારૂની મંજૂરી બાદ ‘ગિફ્ટ સિટી’ ફૂલ!

તમે આ પણ વાચી શકો છો :

Virat got Invitation of Ram mandir: વિરાટ કોહલીને ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ માટે મળ્યું આમંત્રણ

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories