HomeGujaratWall Collapsed On Site : નિર્માણાધિન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાઈ, એકાએક...

Wall Collapsed On Site : નિર્માણાધિન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાઈ, એકાએક દીવાલ ધરાશાયી થતાં મચી ભાગદોડ – India News Gujarat

Date:

Wall Collapsed On Site : સદનશીબે કોઈ શ્રમિકો ન હોવાથી દુર્ઘટના ટળી. બાંધકામ સાઈડો પર અકસ્માતોની ઘટનામાં ચિંતા જનક વધારો.

મોટી ગંભીર દુર્ઘટના બનતા રહી ગઈ

સુરતના ડિંડોલી વિસ્તારમાં ગંભીર ઘટના સર્જાઈ હતી. જેમાં નિર્માણાધિન પ્રોજેક્ટની દીવાલ ધરાશાયી થઈ હતી. ચાલુ પ્રોજેક્ટની દીવાલ ધરાશાયી થઈ ત્યારે સદનસીબે કોઈ શ્રમિકો હાજર નહોતા. જેથી મોટી ગંભીર દુર્ઘટના બનતા રહી ગઈ હતી. જેથી હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, કોઈ શ્રમિક ધરાશાયી થયેલી દીવાલના કાટમાળ નીચે ન દટાયું હોવાનું પણ સામે આવ્યું છે.

Wall Collapsed On Site :શ્રમિકો હાજર હોત તો મોટો દુર્ઘટના સર્જાઈ હોત

નિર્માણ થઈ રહેલા મોટા પ્રોજેકટો પર અકસ્માતોની ઘટનમાં વધારો થયો છે. થોડા સમય પહેલા ઉધનામાં નિર્માણ થઈ રહેલી ફેક્ટરી ખાતે નીચે પટકાતાં બે મજૂરોના મોત નો મામલો સામે આવ્યો હતો. જે ઘટના હજી ભુલાઈ નથી એવામાં અન્ય એક નિર્માણ થઈ રહેલા પ્રોજેક્ટ ખાતે મહાકાય દીવાલ ધરસાઈ થવાની ઘટના સામે આવી છે. ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન પ્રોજેકટની દીવાલ ઘરાશાયી થઈ હતી. ડીંડોલીના આથર્વ પ્રોજેકટની દીવાલ ધરાશાયી થઈ હતી. જો શ્રમિકો હાજર હોત તો મોટો દુર્ઘટના સર્જાઈ હોત તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુર્ઘટનાને લઈ અનેક સવાલ ઉભા થયા છે. સમગ્ર પ્રોજેક્ટમાં ડેવલપર તરીકે રાજેશ પટેલ છે.

દુર્ઘટના બનવા પાછળ કોની લાપરવાહી છે તે અંગે સવાલો ઉભા થયા

આ પ્રોજેક્ટના આર્કિટેક્ટ હિરેન પરમાર છે. સાથે જ સ્ટ્રક્ચર એન્જિનિયર ધરમ ભગત છે. આ લોકોની લાપરવાહીથી સમગ્ર દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવી છે. ત્યારે આ પ્રકારની દુર્ઘટના બનવા પાછળ કોની લાપરવાહી છે તે અંગે સવાલો ઉભા થયા છે. જોકે સમગ્ર મામલે જવાબદાર બિલ્ડર તમામ દોષનો ટોપલો બાજુમાં આવેલ બિલ્ડિંગ પર ઢોળી રહ્યા છે. અને પોતે કરી રહેલા કામની ગુણવત્તા ખૂબ સારી હોવાની વાત કરી પોતાની સાઈડ પર કોઈ લાપરવાહી થઈ હોવાની નકરારી રહ્યા છે.

Wall Collapsed On Site : ગંભીરતા રાખી કામગીરી કારવાઈ જોઈએ એવું લાગી રહ્યું છે

મોટા નામી બિલ્ડરો દ્વારા પોતાના પ્રોજેક્ટ ની કોસ્ટ ઘટાડવા નિર્માણ કરવામાં આવતા કામોમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરીને નિર્માણ કાર્ય કરવામાં આવતું હોવાનું સામે આવતું હોય છે. જેના કારણે ઘણી બાંધકામ સાઈડો પર નાની મોટી દુર્ઘટના સર્જાતી રહે છે. ત્યારે પાલિકાના સ્ટ્રક્ચર એન્જિનયરો અને બાંધકામ સાઇડના આર્કિટેક્ટ એન્જિનયર દ્વારા આ બાબતે ગંભીરતા રાખી કામગીરી કારવાઈ જોઈએ એવું લાગી રહ્યું છે.

તમે આ પણ વાંચી સકો છો :

Anti-Social Elements : ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વોની આંતક, ચાની દુકાન પાસે મારામારીની બની ઘટના

તમે આ પણ વાંચી સકો છો :

Suicide Case: ફાયર કર્મી કિશોરસિંહ પઢેરિયા એ ફાયર કોર્ટર્સમાં આવેલા પોતાના મકાનમાં કર્યો આપઘાત

SHARE

Related stories

Latest stories