VNSGU’s CSO Caught Red Handed While Cheating : ફેક્ટ કમિટી સમક્ષ સમગ્ર મામલો આવ્યો સામેc ચિફ સિક્યુરિટી ઓફિસરને હિયરિંગ માટે હાજર રહેવા આદેશ.
એક મહિના સુધી ઘટના દબાવી રાખી હતી
યુનિવર્સિટીના ચીફ સિક્યુરિટી ઓફિસર જ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી છે.યુનિવર્સિટીના સત્તાધીશો એ એક મહિના સુધી ઘટના દબાવી રાખી હતી જોકે ફેક્ટ કમિટી સમક્ષ સમગ્ર મામલો સામે આવતા તપાસ હાથ ધરાઈ છે. આ સમગ્ર મામલો હાલ યુનિવર્સિટીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.આ ઘટના સંદર્ભે ફેક્ટ કમિટીએ ચિફ સિક્યુરિટી ઓફિસરને હિયરિંગ માટે હાજર રહેવા આદેશ કર્યો હોવાની વિગત જાણવા મળી છે.
VNSGU’s CSO Caught Red Handed While Cheating : ફેક્ટ કમિટી સમક્ષ સુનવણી શરૂ થતા જ મામલો અંગે ઘણી વિગતો સામે આવી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ચીફ સિક્યુરિટી ઓફિસર કે જેઓ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહ્યા હતા અને ચેકીંગ દરમ્યાન પરીક્ષામાં ચોરી કરતા રંગે હાથ ઝડપાયા હતા.આજથી એક મહિના પહેલા બનેલી આ ઘટનાને યુનિવર્સિટીના સત્તાધીશો એ દબાવી રાખી હતી જોકે સમગ્ર મામલામાં હવે ફેક્ટ કમીટી આવતા વાત બહાર આવી છે ફેક્ટ કમિટી સમક્ષ સુનવણી શરૂ થતા જ મામલો અંગે ઘણી વિગતો સામે આવી છે. મેહુલ મોદી છેલ્લા ઘણા વર્ષોથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ચીફ સિક્યુરિટી ઓફિસર છે બીજી તરફ તેઓ એક્સ્ટર્નલ સ્ટુડન્ટ તરીકે MCOMની પરીક્ષા પણ આપી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
તમે આ પણ વાંચી સકો છો :
Filtered Water: 42 કરોડ નાં ખર્ચે તાપી નદીનું ફિલ્ટર પાણી ડીંડોલી થી સચિન માં પહોચ્યું
તમે આ પણ વાંચી સકો છો :
Ponam Madam Vijay Reli : ભાજપના ઉમેદવાર પૂનમ માડમ વિજય સંકલ્પ, અનુરાગ ઠાકોર મીડિયા સાથે કરી વાતચીત