VNSGU Exams: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં રૂ. 500ની ચલણી નોટ મૂકી હતી. આ વિદ્યાર્થીને યુનિવર્સિટીના નવા નિયમ મુજબ રૂ. 2500 પેનલ્ટીની સાથે 6 મહિના સુધી પૂરક કે ઓન ડિમાન્ડ પરીક્ષા આપી ન શકે એવી સજા આપવામાં આવી છે.
વિદ્યાર્થી પાસ થવા ઉત્તરવહીમાં રૂ. 500ની નોટ મૂકી
યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરતા 130 વિદ્યાર્થીઓનું હીયરિંગ કરવામાં આવ્યું હતું. એમાં 98% વિદ્યાર્થીઓ માઇક્રો ઝેરોક્સ અને હાથે લખેલી કાપલીઓ લાવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીને નવા નિયમ મુજબ રૂ 500ની સાથે 3 મહિના સુધી ઓન ડિમાન્ડ એક્ઝામનો લાભ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત એક વિદ્યાર્થીની ઉત્તરવહી માંથી રૂ. 500ની ચલણી નોટ મળી આવી હતી. આ વિદ્યાર્થીનું હીયરિંગ કરાયું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે મેં ત્રણ વખત પરીક્ષા આપી હતી, પરંતુ ત્રણેય પરીક્ષામાં પાસ થયો ન હતો. હવે સાહેબ પાસ કરી દેશે એમ માનીને આન્સર બુકમાં રૂ. 500ની ચલણી નોટ મૂકી હતી, મારાથી ભૂલ થઈ ગઈ છે, હવે નહીં કરીશ’.
ત્યારે યુનિવર્સિટીએ નિયમ કડક કર્યા છે, જેમાં ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો તેને રૂ. 2500 પેનલ્ટી સાથે 6 માસ સુધી કોઈ પણ પરીક્ષાનો લાભ નહીં મળે. કાપલી કે માઇક્રો ઝેરોક્સનું લખાણ વિદ્યાર્થી પાસેથી મળશે તો તેને રૂ. 500 પેનલ્ટી સાથે પૂરક પરીક્ષાનો લાભ નહીં આપવાનો પણ નિર્ણય કર્યો હતો.
VNSGU Exams: ચંપલના સોલમાં કાપલા લાવનાર વિદ્યાર્થી સુનાવણીમાં ગેરહાજર
બીએસસીની કેમેસ્ટ્રીની થર્ડ સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષામાં એક વિદ્યાર્થી ચંપલના સોલમાં ખાનું બનાવીને કાપલા લઈ આવ્યો હતો. જેને સ્ક્વોડે પકડી પાડી ગેરરીતિનો કેસ બનાવી યુનિવર્સિટીને મોકલી આપ્યો હતો. દરમિયાન યુનિવર્સિટીએ તે વિદ્યાર્થીને હિંયરિંગ પર બોલાવ્યો હતો. પરંતુ વિદ્યાર્થી હાજર જ નહીં રહ્યો હતો. તો બીજી તરફ બે વિદ્યાર્થીની બેંચ પાસેથી કાપલી મળી હતી. સ્ક્વોડે તેમનો ગેરરીતિનો કેસ બનાવીને યુનિવર્સિટીને મોકલી આપ્યા હતા. દરમિયાન હીયરિંગમાં બે વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે સાહેબ ચોરી કરી નથી, કાપલી અમારી નથી, સીસીટીવી ચેક કરી લો. આમ, બે વિદ્યાર્થીની રજૂઆત સાંભળ્યા બાદ યુનિવર્સિટીએ કોલેજ પાસે સીસીટીવી મંગાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની સ્ક્વોડ અમુખ વખત પેપર પર રફ કાર્ય કરનાર વિદ્યાર્થીઓનો પણ ગેરરીતિનો કેસ બનાવી દેતાની ફરિયાદ સંભળાય છે.
તમે આ પણ વાંચી સકો છો :
Public Issue/પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે
તમે આ પણ વાંચી સકો છો :