VNSGU Convocation 2024 : યુનિ.ના પદવીદાનમાં કેડિયુ અને ચણીયા-ચોળી પહેરી શકાશે. રાજ્યના પરંપરાગત પોશાકમાં વિદ્યાર્થીઓને પદવી આપવા નિર્ણય. ગુજરાતમાં સૌપ્રથમવાર ઐતિહાસિક નિર્ણય લેવાયો. 146ને પારિતોષિક તો 17,500ને પદવી અપાશે.
હેન્ડલૂમ કાપડમાંથી બનેલા વસ્ત્રો પહેરવા અપીલ
વીર નર્મદ યુનિવર્સિટીમાં 26 ફેબ્રુઆરીએ 55મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે. જેમાં પદવી લેનારા વિદ્યાર્થીઓ સહિતના મહેમાનોને. કુલપતિ ડો. કે. એન. ચાવડા અને કુલસચિવ ડો. આર. સી. ગઢવીએ હેન્ડલૂમ કાપડમાંથી બનેલા વસ્ત્રો પહેરવા અપીલ કરી છે. ખાસ કરીને કુર્તો અને પાયજામો કે ધોતી અથવા કેડિયું પહેરવાનું રહેશે, જ્યારે મહિલાઓએ સૂટ અને સલવાર કે સાડી, ચણીયા ચોળી પહેરવાની રહેશે.
55માં પદવીદાન સમારોહની ઉજવણી
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવતા મહિને 26 તારીખે યોજાનાર પદવીદાન સમારોહ માં ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં યુનિવર્સિટી તરફથી ઐતિહાસિક કહી શકાય એવી આપીલ કરી છે. અહીં વાત એમ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને યુજીસીએ જે તે રાજ્યના પરંપરાગત પોશાકને પ્રોત્સાહ આપવાની સાથે. તેને પદવીદાન સમારોહમાં સામેલ કરવા સૂચના પણ આપી છે. એથી વિદ્યાર્થીઓને રાજ્યના પરંપરાગત પોશાકમાં પદવી આપવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત યુનિવર્સિટીને 60 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. જેથી તે ખુશીમાં યુનિવર્સિટી અનોખી રીતે 55માં પદવીદાન સમારોહની ઉજવણી કરનારી છે. ત્યારે કુલપતિ ડો.કે.એન ચાવડા દ્વારા તમામ વિદ્યાર્થીઑને અપીલ કરવામાં આવી છે અને કહેવાયું છે કે. વિદ્યાર્થીઓએ હેન્ડલૂમ કાપડમાંથી બનેલા વસ્ત્રો પહેરવા અપીલ કરી છે. ખાસ કરીને કુર્તો અને પાયજામો કે ધોતી અથવા કેડિયું પહેરવાનું રહેશે. જ્યારે મહિલાઓએ સૂટ અને સલવાર કે સાડી, ચણીયા ચોળી પહેરવાની રહેશે.
VNSGU Convocation 2024 : કુલ 17,500 પદવી એનાયત
યુનિવર્સિટીના 55મો વાર્ષિક પદવીદાન સમારોહમાં 11 વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા, પીએચડી સહિતની પદવી એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટીની યાદી મુજબ વિવિધ વિષય માટે 146 વિદ્યાર્થીઓને પારિતોષિક અને મેડલ એનાયત કરાશે. દાતાઓની શરત આધીન સૌથી વધુ સીજીપીએ કે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પારિતોષિકની સાથે મેડલ એનાયત કરાશે. પદવીદાન સમારોહમાં સ્નાતક, અનુસ્નાતક સહિત અંદાજિત કુલ 17,500 પદવી એનાયત કરાશે.
તમે આ પણ વાચી શકો છો :
Plane Crash: કેનેડામાં કંપનીના કામદારોને લઈ જતું પ્લેન ક્રેશ, 6ના મોત
તમે આ પણ વાચી શકો છો :